નસવાડીના મોધલા ચોકડી પાસે સવારે બે બાઈક સવારના અકસ્માતમાં બડાલીયાના એજાજ પઠાણ ઉ વર્ષ 14 નું મોત થયું છે. બડાલીયા ગામે રહેતા મહેન્દ્રભાઈ તડવીને ત્યાં લગ્ન હોય અને તેઓના લગ્નની કંકોત્રી આપવા તેઓ નસવાડીના કોલંબા ગામે આવવાનું હતું. પાડોશી એજાજભાઈને તેઓ વાત કરી હતી કે આપણે બાઈક લઈ કંકોત્રી આપી આવીએ. જેથી તેઓ બન્ને બાઈક પર નીકળ્યા હતા અને દમોલી ચોકડી પાસે અન્ય એક પલ્સર બાઈક સવાર સાથે અકસ્માત થયો હતો. જેમાં મહેન્દ્ર તડવી અને એજાજ પઠાણ બન્ને નાઓ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં એજાજ પઠાણનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે અન્ય પલ્સર બાઈક સવાર પણ ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ બડાલીયા થતા એજાજ પઠાણની માતા ઘટના સ્થળે આવી પુત્રનું મોત જોઈ હૈયા ફાટ રુદન કર્યું હતું. નસવાડી પોલીસ સ્થળ પર પોહચી હતી અને જે ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડ્યા છે.
એજાજ પઠાણની માતા બાનુંબેન દ્વારા પલ્સર બાઈક નંબર GJ 34 K 6685ના ચાલક સામે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.એજાજના મિત્ર અનિસ દીવાને જણાવ્યું હતું કે, મને કોલ આવ્યો ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી. એજાજની માતાએ પુત્રને મામાના ઘરે બોડેલી કપડા લેવા જવા કહ્યું હતુ. પરંતુ તે મહેન્દ્ર સાથે બાઈક પર કંકોત્રી આપવા નીકળ્યો હતો અને અકસ્માતને ભેટ્યો હતો. ઈદ પહેલાં જ આ ઘટના બનતાં પરિવાર સહિત વિસ્તારમાં માતમ છવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.