સરકાર એકબાજુ ભ્રષ્ટાચાર નાબૂદ અને પારદર્શક વહીવટની વાત કરે છે, પરંતુ હવે ગમે તેવું નાનું કામ હોય તોય રૂપિયા આપવા વગર થતું નથી તે હવે જાણે નિયમ બની ગયો છે. નસવાડીનું નવુ 34 લાખના ખર્ચે બનતું આઈસીડીએસ બિલ્ડીંગૢગનું કામ કરનાર એમ.પી.ઇન્ટરપ્રાઈઝના ઇજારદાર વિરેન્દ્ર પંડ્યા કામગીરી કરાવી રહ્યા છે. તેઓ આ બિલ્ડીંગૢગનું કામ કરતા હોય તેઓ દ્વારા કરેલ કામનું બિલ નસવાડી પંચાયત આર એન્ડ બી એ બનાવ્યું હોય અને બિલની રકમને લઈ તેઓ દ્વારા નાયબ કાર્યપાલક ઈજેનરને છોટાઉદેપુર કાર્યપાલક ઈજેનરને 33 હજાર રૂપિયા ટકાવારી પેટે આપ્યા હતા.
છતાંય કાર્યપાલક ઈજેનર એચ.સી.વસાવા બિલ પાસ કરતા ન હતા. જેને લઈ કામગીરી કરનાર એજન્સીની કામગીરી અટકી પડે છે અને ટેન્ડરની મુદત પણ પૂર્ણ થવાની હોવા છતાંય બિલ પાસ થયું ન હોય અને ફક્ત એજન્સીને હેરાનગતિ કરાતી હોય એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટર અને ડે-ઈજેનરની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં વાતચીતમાં એજન્સી કાર્યપાલક ઈજેનરને કઈ કહો બે માસ થયા બિલનું કઈ કરતા નથી અને તમને જે આપ્યું હતું તે આપ્યું કે નહીં, તો ડે-ઈજેનર તરત જણાવે છે કે આપી ધીધું છે.
બહુ વધારે કહેવાય, બિલ્ડીંગૢગનું કામ છે મે કઈ લીધું નથી પણ તમે આને કાઢી આપો જેવી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેને લઈ સમગ્ર જિલ્લામાં ચર્ચા ઓ ઉઠી છે. જ્યારે કામગીરી કરનાર એજન્સીને પેમેન્ટ ન મળતા છોટાઉદેપુર ડીડીઓને એજન્સી દ્વારા લેખિતમાં ફરિયાદ આપી છે. જ્યારે નસવાડી આઈસીડીએસ બિલ્ડીંગૢગનું કામ હાલ ટલ્લે ચઢ્યું છે. જ્યારે કામની મુદત પણ કોન્ટ્રાક્ટરને બિલ ન મળતા તેની હાલત કફોડી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.