નસવાડીના ડુંગર વિસ્તારમાં આઝાદીના વર્ષો બાદ પાકા ડામર રોડ મંજુર થયા છે. જે હાલ નવીન બની રહ્યા છે. તે કામગીરીની ગુણવત્તા બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હોઇ ગ્રામજનો રોડની કરેલ કામગીરી ઉખાડી વિરોધ કર્યો હતો. નસવાડીના ડુંગર વિસ્તારમા પાકા રસ્તા શુ તે હજુ ગ્રામજ્નોએ જોયા નથી. પરતું સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવીએ ડુંગર વિસ્તારના પાકા રોડ બને માટે સરકારમા રજુઆત કરી ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામા પાકા રોડ મજૂર થયા છે. જેમાં હાલ ખોખરાથી ડબ્બાનો અંદાજીત 2.5 કિમીનો રોડ બની રહ્યો છે. તેમાં ડામરના બીએસજીની કામગીરી પેવરથી ચાલી રહી છે.
જેમાં નીચે ટેક કોટ ડામર નાખવાનો હોય છે. અને કામગીરી કરવાની હોય છે. પરતું ગ્રામજનોએ આ કામગીરી જોતા ફક્ત પેવર પર ટ્રકો માલ ભરી આવીને લાગે અને ફટાફટ કામગીરી કરાઈ રહી છે નું જણાવી રહ્યા છે. જે ડામર રોડનો પહેલો લેયર નાખવામા આવ્યો છે તેમાં નીચે માટી છે.
સફાઈ થઈ નથી અને ગ્રામજનો કરેલ કામગીરી હાથથી ઉખાડીને રોડ નીચે ફક્ત ધૂળ માટી હોય ઉડાડી વિરોધ કર્યો છે. આઝાદીના વર્ષો બાદ ડુંગર વિસ્તારના નવીન બનતા પાકા રસ્તા બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન ન આપતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે સૌથી આશ્ચર્ય જનક વાત એ છે કે, 2200 મીટરનો રોડ માત્ર 22 કલાકમાં જ બનાવીને તૈયાર કરી દેવાયો હતો.
કોઈ અધિકારી અહીંયાં જોવા આવતા નથી, મજૂરો કામ કરે છે
પાકા ડામર રોડ મજુર થયા હવે બને છે. તો 24 કલાકમા તો એક લેયર પતી ગયો. કોઈ સાહેબ જોવા આવતા નથી. કોન્ટ્રાકટર પણ જોવા આવતા નથી. બસ મજૂરો આડેધડ કામગીરી કરે એનો શુ મતલબ? માટી છે એના પર શુ આ ચોંટે. વરસાદમા તૂટી જશે. પછી રિપેરિંગ કરવાનો વ્યવસ્થિત કામગીરી કરાય તો સારું. શું સરકાર અમારા ડુંગરના રોડના કામ કરવાના ઓછા રૂપિયા આપે છે. તો આવુ કામ કરાય છે. - માવસિંહભાઈ ભીલ, ગ્રામજન, ડબ્બા
કોઈ સાંભળતુ નથી, બુલડોઝરની જેવો ભ્રષ્ટાચાર ચાલે છે
બુલડોઝરની જેમ ભ્રષ્ટાચાર ચાલે છે. વર્ષોથી અમારી પણ રસ્તા બનાવાય તેવી માગ હતી. હમણાં ચૂંટણી આવે છે. એટલે બસ કાળો ડામર પાથરી ભ્રષ્ટાચાર કરો. અધિકારી કોઈ સાંભળવા વાળું છે નહીં. ગ્રામજનો વિરોધ કર્યો મને ખબર પડી પણ એમાં પણ ભ્રષ્ટ તંત્ર ભીનું સંકેલશે. કોંગ્રેસમા આવું ન હતું. હમણાં તો વાત જ શુ કરવાની. ભાજપના રાજમા ભ્રષ્ટાચાર વધુ છે. જેને એ લોકો વિકાસ કહે છે. ચોમાસુ આવવા દો. ડામર રોડ નવા બન્યા તે દેખાય તો સારું. - ધીરુભાઈ ભીલ, માજી ધારાસભ્ય
અધિકારી, કોન્ટ્રાકટર નીતી નીયમ મુજબ કામ નહીં કરે તો વિજીલન્સ તપાસ હું માંગીશ
રોડ ન હોઇ હૂ ડુંગર વીસ્તારના મારા મતદારોનું દુઃખ જોયું છે. મારી ભાજપની સરકાર રોડ મજુર કર્યા છે. આ જ વિકાસ છે. મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી મારી રજુઆત ધ્યાને લીઘી હતી. અને રોડ મજુર કર્યા છે. જે રોડ હાલ બને છે. તે કામગીરી બાબતે મને પણ લોકોના ત્યાંથી ફોન આવ્યા છે. અધીકારી, કોન્ટ્રાકટર નીતી નીયમ મુજબ કામ નહીં કરે તો વિજીલન્સ તપાસ હૂ માંગીશ. હૂ 1-2 દિવસમા ત્યાં મુલાકત કરીશ. - અભેસીહ તડવી, ધારાસભ્ય, સખેડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.