તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડીમાં નવીન બનેલા બે સ્લેબ ડ્રેઈન પર ડામર રોડની કામગીરી કરાઈ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉનના સ્લેબ ડ્રેઈન બન્યા બાદ ડામર રોડની કામગીરી કરાઈ તેની તસવીર. - Divya Bhaskar
નસવાડી ટાઉનના સ્લેબ ડ્રેઈન બન્યા બાદ ડામર રોડની કામગીરી કરાઈ તેની તસવીર.
  • નવીન ડામર રોડની કામગીરી ન કરવા ગ્રામજનો દ્વારા માગ કરાશે
  • સોની બજારમાં દુકાનદારો સતત રોડ પર પાણી છાંટતા ગ્રામજનોને પડતી હાલાકી

નસવાડી ટાઉનમાંથી કવાંટને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ પસાર થાય છે. જે રોડ પર નસવાડીના સ્ટેશન રોડ અને નસવાડીના જલારામ મંદીર પાસે નવીન સ્લેબ ડ્રેઈનની કામગીરી પૂર્ણ થયા બાદ તેના ઉપર સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા ડામરનો એક લેયર પાથરવામાં આવ્યો છે. જ્યારે સિલકોટની કામગીરી હાલ ચોમાસેને લઈ અટકી છે. જ્યારે નસવાડીમા નવીન બનેલ સ્લેબ ડ્રેઈન પર ડામર રોડની કામગીરી કરાય તેની આગળ નસવાડી ટાઉનનો મુખ્ય સોની બજાર આવેલ છે. જે સોની બજારમાં 24 કલાક પાણીના નળ ચાલુ રહે છે.

બે ટાઈમ પાણી આવે તો પહેલા રોડ ઉપર પાણી દુકાનદારો છાંટે છે. જેને લઈ રોડની સપાટી ખરાબ થાય છે. સતત એક વર્ષથી નસવાડીના ગ્રામજનો દુઃખ ભોગવ્યું છે. અને પાણી રોડ પર ન છાંટે કરી નસવાડી ગ્રામ પંચાયતમાં પણ લેખીતમા અરજી અપાઈ હતી. છતાંય કોઈ ફરક પડ્યો નથી.

હાલમા નસવાડી ટાઉનમાં સ્ટેટ આર એન્ડ બી સ્લેબ ડ્રેઈનની કામગીરી પૂર્ણ થયા બાદ ડામરની ફાઇનલ કામગીરી કરવાની બાકી છે. ત્યારે સોની બજારમા ડામર રોડ ન બનાવવા માંગ નસવાડીના જાગૃત નાગરિકો કરશેનું જણાવ્યું છે. કારણ કે નવીન ડામર રોડ બને અને ફરી એજ પાણીનો છટકાવ કરે તો નવીન રોડ તૂટી જાય તેમ છે. આ બાબતે પહેલા ગ્રામ પંચાયત અને સ્ટેટ આર એન્ડ બીને ગ્રામજનો રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...