તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતકૃષ્ટ કામગીરી:કોરોના મહામારીના 1 વર્ષ બાદ પણ ગામોમાં આરોગ્યલક્ષી કામગીરી કરતી આશાવર્કર

નસવાડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નાનીકડાઈની આશા બહેન ભાવનાબેન રાઠવા લાભાર્થી માતાને નન્હી પરી કિટ આપી રહ્યા છે - Divya Bhaskar
નાનીકડાઈની આશા બહેન ભાવનાબેન રાઠવા લાભાર્થી માતાને નન્હી પરી કિટ આપી રહ્યા છે
 • ગામડામાંં કરાતા આશા બહેનોની કામગીરી બિરદાવવા લાયક
 • નસવાડી તાલુકાની 189 આશાવર્કર બહેનો ગામડામા દરેક આરોગ્યલક્ષી સેવાને લઈ સૌથી પહેલા દેખરેખ રાખી રહી છે

કોરોના વાયરસની મહામારીના એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ નસવાડી તાલુકામા 189 આશા બહેનો જે કામગીરી કરે છે તે મુજબ જ તેમને પગાર મળે છે. દરેક ગામડામા આશા બહેનો દરેક ઘરમા વ્યક્તિ દીઠ ગ્રામજનો સાથે ઓળખ બનાવી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે કોરોનાની કામગીરી કરી રહ્યા છે. ગામમાં શરદી, ખાંસી, તાવના વાવર હોય તો સૌથી પહેલી માહિતી આશા બહેનો આરોગ્ય વિભાગ સુધી પહોચાડે છે. સાથે સાથે સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને પણ સાર સંભાળ રાખવા માટે આશાવકેર ફરજ બજાવતી હોઈ છે.

તેમજ સગર્ભા માતાને પહેલી અને બીજી ડિલિવરી બેને વખતે જો દિકરી હોઈ તેવી માતાને આરોગ્ય વિભાગ દ્વારા નન્હી પરી કિટ આપવામાં આવે છે. જેમાં બાળક માટે પાવડર માલિશ તેલ, નાના રૂમાલ આપવામાં આવે છે. જેથી બાળક સારું અને તંદુરસ્ત રહે. સાથે બાળકની દરેક નાની મોટી બાબતથી લઈ નાના બાળકોની રસી ક્યારે લેવાની બધી સમજ અપાય છે. કોરોના વાયરસના એક વર્ષ બાદ પણ સતત કામગીરી આશા બહેનો ગામડામા કરી રહી છે. ભાવાનાબેન હરિદાસ રાઠવા આશા બહેન નાનીકડાઈની માતાને નન્હી પરી કિટ આપવા પહોંચી હતી. એટલે ગામડામા આરોગ્ય લક્ષિ કામગીરી કોરોના વાયરસની મહામારી પણ આશા બહેનોની બિરદાવવા લાયક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો