આમાં કેવી રીતે ભણે ગુજરાત?:નસવાડીની મેણ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નદી ઓળંગતાં છાત્રો જીવ બચાવી દોડ્યાં

નસવાડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટીઝડુલી ગામના વિદ્યાર્થી ઓ દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે

નસવાડી તાલુકાના નાનીઝડુલી થી મોટીઝડુલીને જોડતો મુખ્ય માર્ગ છે. કવાંટ, નસવાડી તાલુકાની હદને જોડતો આ રોડ છે. પરંતુ નાનીઝડુલી ગામે મેણ નદી આવે છે અને સામે પાર મોટીઝડુલી ગામ આવેલું છે. બન્ને ગામ વચ્ચે મેણ નદી આવતી હોય દર વર્ષે ચોમાસાના ચાર માસ નસવાડી, કવાંટ તાલુકાના અંદાજીત 50 ગામના લોકો હેરાન થાય છે. ત્યારે શુક્રવારના રોજ વરસાદ હોય અને મેણ નદીમાં પાણી હોય ત્યારે મોટીઝડુલીના સેલકુઈ ફળિયાના કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે મેણ નદી પસાર કરતા હોય અને અચાનક પાણી વધી જતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ફસાઈ જશું કરી દોટ લગાવી હતી અ્ને ગ્રામજનો પણ તરત વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા હતા.

દર વર્ષે વરસાદ હોય મેણ નદીમાં પાણી હોય ત્યારે શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવતા નથી અને વધારે વરસાદ હોય તો વાલી ઓને બાળકોને જલ્દી લઈ જાય છેની જાણ કરે છે. એકંદરે શાળાના બાળકો મેણ નદીમાંથી પસાર થતા હોય પાણી આવી જતા દોટ લગાવતા બચી ગયા હતા. જ્યારે ગ્રામજનો પણ આ રસ્તે પુલ બનાવની વર્ષોથી માગ કરે છે પણ કોઈ ધ્યાન આપતું નથી, જેને લઈ ગ્રામજનોમાં આ ઘટનાથી રોષ ઉઠ્યો છે.

નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દવારા ઘટામલી નાનીઝડુલી.મોટીઝડુલી સુધી નવો રોડ અને મેણ નદી પર નવો પુલ તેમજ તે રોડ આગળ સ્લેબ ડ્રેઇન બનાવવા માટે સરકારમાં 10 કરોડની માગ સાથે સાંસદ, ધારાસભ્યની રજૂઆત સાથેની દરખાસ્ત કરેલ છે. તેના 4 વર્ષ થયાં હજુ આ રોડ કે પુલ મંજૂર થયો ન હોય દર વર્ષે જીવના જોખમે કવાંટ, નસવાડી તાલુકાના લોકો પસાર થાય છે અને હાલાકી ભોગવી રહ્યા છે.

છોટાઉદેપુર સાસંદ, સંખેડા ધારાસસભ્યને રજૂઆત કરી છતાંય પ્રશ્ન હલ થયો નથી
કવાંટ, નસવાડી તાલુકા ને જોડતો મુખ્ય માર્ગ છે પરંતુ મેણ નદી પર પુલ બન્યો ન હોય બન્ને તાલુકાના ગ્રામજનો હેરાન છે. કોઈ ઘટના બને તો જવાબદાર કોણ સાસંદ, ધારાસભ્યની રજૂઆત સરકારમાં કરાઈ છે પણ હજુ રોડ પુલ મંજૂર થયો નથી. કોઈ ઘટના બનશે પછી સરકાર આ કામગીરી ધ્યાન પર લેશે. > રવિભાઈ ભીલ, ગ્રામજન નાનીઝડુલી

અન્ય સમાચારો પણ છે...