પોલીસ સાથે ભારે ઘર્ષણ:સીમળીયા બૂથની મત પેટી ગાયબ થતાં ગ્રામજનોએ ટેમ્પોનો ઘેરાવો કર્યો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિમળીયામાં પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. મતપેટી ખાનગી વાહનમા પડેલી જણાય છે. - Divya Bhaskar
સિમળીયામાં પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. મતપેટી ખાનગી વાહનમા પડેલી જણાય છે.
  • રૂટના ઝોનલ મતદાન પૂર્ણ થયા બાદ ધ્યાન ન આપતા ઘટના બનીની ચર્ચાએ જોર પકડ્યું
  • પોલીસે લાઠીચાર્જ કરતા આદિવાસી લોકોએ પોલીસ કાફલા ઉપર પથ્થરમારો કરતા અફડાતફડી મચી

નસવાડી તાલુકાના અંબાડા રૂટના 7 મતદાન મથકો પર મતદાન થયું હતું. સાંજના સમય પૂર્ણ થયા બાદ સીમળિયા મતદાન મથકની મત પેટી સીલ કરી ને જેતે અધિકારી મતપેટી નસવાડી લઈ આવ્યા હતા. નિયમ મુજબ રૂટના જોનલ ની જવાબદારી હોય છતાંય પેટી નસવાડી આવી ગઈ હોય રૂટનો ટેમ્પો મતદાન મથક પર આવતા પેટી ન હોય ટેમ્પોને ગ્રામજનો ઘેરી લેતા પોલીસ સાથે ગ્રામજનોનું ઘર્ષણ થયું હતું.

નસવાડી તાલુકાના અંબાડા ગ્રામ પંચાયતના 7 ગામ આવેલા છે જેમાં (1) અંબાડા (2) સુકલીવાસણ (3) જામ્બા (4) વાંકી ખાખર (5) જાંબુઘોડા (6) કાળીયાપુરા (7) સીમળિયા આ ગામનો ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ છે.જેમાં સીમળિયા ગામે મતદાન મથકમાં 712 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે આ રૂટ ઉપર દરેક ગામેથી મતદાન પેટી તેમજ મતદાન મથક ઉપર ફરજ બજાવનાર કર્મચારીઓને મત પેટી સાથે લેવા માટે એક ટેમ્પો મુકાવામાં આવ્યો હતો અને તે ટેમ્પો સીમળિયા ગામે મતપેટી લેવા માટે પહોંચતા ત્યાં કર્મચારીઓના હતા અને પેટી પણ ગાયબ હતી. જેનાથી ઉમેદવારો તથા સમર્થકો પેટી લેવા આવેલા ટેમ્પાને ઘેરી લીધો હતો અને ઉમેદવારો 2 કલાક સુધી મતપેટી શોધવા લાગ્યા હતા અને મતપેટી ન મળતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.

ત્યાર બાદ પોલીસનો કોફલો ઘટના સ્થળે પોહોંચતા પોલીસ જોડે ચકમક થતા રાત્રીના અંધકારમાં આદિવાસી મતદારો રોષે ભરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે સ્થિતિને કાબૂ લેવા માટે લાઠીચાર્જ કરતા આદિવાસી લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કરતા અફડાતફડી મચી ગઈ હતી. આ બાબતે નસવાડી મામલતદારને પૂછતાં તેઓએ જણાવ્યું કે મામલાની જાણ ઝોનલ અધિકારીને કરી છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. મતપેટી ખાનગી વાહનમાં મતદાન મથકથી નીકળી છે અને તેની તપાસ ચાલી રહી છે. હાલ તો મતદાન પેટીને લઇને આદિવાસી લોકો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ગામમાં સ્ફોટક પરિસ્થિતનું નિર્માણ થયું છે. રૂટના જોનલ મતદાન પૂર્ણ થયા બાદ ધ્યાન ન આપતા ઘટના બનીનું ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...