તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લિંડા તળાવમાં ટીખળખોરોએ ઝેરી દવા નાખતાં જળચરનાં મોત

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિંડા તળાવમાં કોઈ ટીખળખોરોએ ઝેરી દવા નાખતા જીંગા કરચલા મછીના મોત નિપજ્યા હતા. - Divya Bhaskar
લિંડા તળાવમાં કોઈ ટીખળખોરોએ ઝેરી દવા નાખતા જીંગા કરચલા મછીના મોત નિપજ્યા હતા.
  • પોલીસ ટીખળખોરોને ઝડપી પાડે તેવી માંગ
  • તપાસ કરતાં ઝેરી દવાની બોટલ કિનારે જોવા મળી

લિંડા ગામે સિંચાઈ વિભાગનું તળાવ આવેલું છે. ચોમાસામા આખું તળાવ વરસાદના પાણીથી ભરાયું હોઈ જેને લઈ જેતે ઇજારદાર આ સિંચાઈ તળાવ ભાડે રાખેલ હોઈ અને તળાવમા જીંગા, માછલીનું ફાર્મિગ થતુ હોય છે. જેને લઈ મોટી માત્રમા ખર્ચ પણ થતો હોય છે. ત્યારે લિંડા તળાવના કિનારે શુક્રવારે સવારે મોટી માત્રમા જીંગા, કરચલા, માછલી, જળચર અન્ય પ્રાણીના મોત થયા હતા. તે તળાવના કીનારે દેખાઈ પડ્યા હતા. જેને લઈ ત્યાં રહેતા કામદારો દ્વારા તપાસ કરતા કિનારાની આજુબાજુ મોટી માત્રમાં આ રીતે પરિસ્થિતિ દેખાઈ પડી હતી.

જેને લઈ તપાસ કરતા ઝેરી દવાની બોટલ પણ કિનારે જોવા મળી હતી. જે બાબતને લઈ કોઈ ટિકળ ખોરો આ રીતે કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જેને લઈ નસવાડી પોલીસને ઇજારદાર દ્વારા જાણ કરાઈ છે. અને આ દવા નસવાડીમાંથી કોણ લઈ ગયું તે બાબતે ઇજારદાર જાતે તપાસ કરી રહ્યા છે. ત્યારે નસવાડી પોલીસ પણ આ બાબતે રસ લઈ જેતે ટિકળ ખોરોને ઝડપે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો