છોટાઉદેપુર જિલ્લાના સંખેડા 139 વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી 108ના હુલામણા નામથી ઓળખાય છે. ત્યારે તેઓ ધારાસભ્ય બન્યા બાદ નસવાડી તાલુકામાં પહેલીવાર આવ્યા હોય. નસવાડી તાલુકાના સરપંચો, તલાટીઓ, શિક્ષકો સાથે અન્ય સંગઠનોએ સ્વાગત કરવા લઈનો લગાવી હતી.
પહેલીવાર નસવાડી આવેલ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી સરકારી કચેરીમા અચાનક જ પોહચ્યાં હતા. તાલુકા સેવાસદનમા મામલતદાર અને તાલુકા પંચાયતમા ટીડીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. પરંતુ સરકારી કચેરીમા આવેલ અરજદાર સાથે શુ કામથી આવ્યા છો કેટલા સમયથી આવ્યા છોની પૂછપરછ કરી હતી. અને તત્કાલ મામલતદાર કચેરી, ટીડીઓ કચેરીમા જે અરજદાર આવ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય જાતે જેતે કચેરીમા જઈ અરજદારનું કામ કરાવ્યું હતુ.
સાથે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી અંદર આવેલ શાખામા તેઓ વિઝીટ કરી ગામડામાંથી આવતા અરજદારનુ કામ ઝડપી થાય તેવા સૂચનો કર્યા હતા. એકદરે સંખેડા ધારાસભ્યની પહેલી મુલાકાતમા અધિકારી દોડતા તો થયા હતા. સાથે તેઓ સારી રીતે લોકોના પ્રશ્નોને લઈ કામગીરી કરે તેવા સ્પષ્ટ સૂચનો આપ્યા છે. અને આવનાર દિવસોમાં પાણી રસ્તા તેમજ શાળા ઓરડા, આરોગ્ય લક્ષિ સુવિધાઓને લઈ ગામડામા તેઓ જાતે મુલાકાત કરી લોકોના પ્રશ્નો હલ કરવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.