સમસ્યા:નસવાડીમાં 30 લાખના ખર્ચે બનેલા સ્મશાનનો ઉપયોગ કરવા ગ્રામ પંચાયતની લોકોને અપીલ

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હજુ પણ અશ્વિન નદી કિનારે અંતિમ વિધિ કરાતી હોવાથી અપીલ કરાઈ

નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના 12 વોર્ડ આવેલ છે. હજારોની વસ્તી ધરાવતા ગામમા નસવાડી ગ્રામ પંચાયત દ્વારા સુવિધા યુક્ત સ્મશાન 30 લાખના ખર્ચે બનાવાયું છે. જે સ્મશાન બની ગયું હોય જેમાં સ્મશાન વિધિથી લઈ બેસવા તેમજ બધીજ સુવિધાથી સજ્જ અને ગ્રામજનોને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે બનાવ્યું છે. સાથે નસવાડીના ગ્રામજનોએ પોતાની રીતે અન્ય રીતે મદદરૂપ બની વ્યવસ્થિત સ્મશાન બનાવ્યું છે. 50થી વધુ બેસવા માટે બાકડા છે. વરસાદ હોય તો શેડ બનાવ્યા છે. સાથે સામુહિક શૌચાલય તેમજ ઓછા લાકડા બળે તે રીતે લોંખડની ફેમ વાળી સગડી મુકાઈ છે. જે સ્મશાન કાર્યરત કરાયું હોય નસવાડીના દરેક વિસ્તારના ગ્રામજનો તેમના વિસ્તારમા મરણ થાય તો કોઈપણ નાત, જાત ઉચ નીચના ભેદભાવ વગર નસવાડીના સ્મશાનનો ઉપયોગ કરવા ખાસ ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન તડવી, ઉપ સરપંચ સુભાષ ભાઈ પડ્યા દ્વારા અપીલ કરાઈ છે. હજુ પણ અશ્વિન નદીના કિનારે અંતિમ વિધિ કરાય છે. જેથી નસવાડીમા બનેલ સ્મશાનનો ઉપયોગ કરે તે બાબતે જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...