છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની 212 ગામની વસ્તી છે. નસવાડી ટાઉનમાં એસ ટી બસ સ્ટેન્ડની સુવિધા છે. જેમાં 40 થી વધુ એક્સપ્રેસ બસો આવે છે. જ્યારે 25થી વધુ લોકલ બસ આવે છે. નસવાડી ટાઉનની વસ્તી જ દસ હજાર છે. અને તાલુકાની અંદાજિત વસ્તી 1.50 લાખ છે.
મોટા ભાગના આદિવાસી વિસ્તારના લોકો એસ ટી બસમાં મુસાફરી કરવા માગે છે. પરંતુ લાંબા રૂટની એસ ટી બસો નહીંવત છે. જેમાં કવાંટ ભુજ અને જામનગર જતી એસ ટી બસ સારી રીતે ચાલતી હતી. જેમાં ખાસ રાજકોટ સૌરાષ્ટ્રને જોડતી નસવાડી ટાઉનમાંથી એકપણ બસ નથી.
રાજકોટ જવું હોય તોય નસવાડીના મુસાફરોને વાયા વાયા જવું પડે તેમ છે. ઝઘડિયાથી વાયા નસવાડી થઈ કારંટા જતી એસ ટી બસ પણ બંધ કરી દેવાઇ છે. એકબાજુ સરકાર નવી એસ ટી બસો આપે છે. પરંતુ નસવાડી ટાઉનમાંથી લાંબા અંતરની બસની અપૂરતી સુવિધાને લઈ મુસાફરોમાં રોષ પણ ઉઠ્યો છે.
સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી જાતે રસ લઈ લાંબા રૂટની બસો અને અન્ય રૂટ જરૂરિયાત મુજબના ચાલુ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. જયારે એસ ટી બસ સાથે દોડતી ખાનગી લક્ઝરીને લઈ બસોને ટ્રાફિક ના મળતાં બંધ કરી દેવાય છે. તો એસ ટી વિભાગ પણ આ બાબતે ધ્યાન આપે તેવી મુસાફરોની માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.