દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે આદિજાતિ સંમેલનમા આવી રહ્યા છે. જ્યાં સરકારી તંત્રની યોજનાના આંકડા અને લાભની સિદ્ધિઓ બતાવવામાં આવશે. પરંતુ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના હરિયાબાર ગાંમેં ગ્રાઉન્ડ 0ની પરિસ્થિતિ કઈક અલગ છે.
થોડા દિવસો પહેલા હરિયાબારની મહિલાઓ, બાળકો, કિશોરીઓ ભેગા થઈ આંગણવાડીનું મકાન બને તેમજ તેઓને નાસ્તો મળેની માગ કરી હતી. જેના કેટલાય દિવસ થયા છતાંય છોટાઉદેપુર જિલ્લાના આઈસીડીએસ વિભાગના અધિકારી કે નસવાડી આઈસીડીએસ વિભાગની બહેનો દ્વારા હરિયાબાર ગામની મુલાકાત તો દૂર ટેલિફોનથી કોઈને પૂછપરછ પણ કરવામાં આવી નથી.
ગામના 50થી વધુ બાળકો સાથે 50થી વધુ ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓ હોવા છતાંય તેઓને વુમન એન્ડ ચાઈલ્ડ વિભાગ દ્વારા આપવામાં આવતા બાલ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણાં શક્તિના પેકેટ આપવામાં આવતા નથી. એકપણ નાસ્તાનો લાભ આપવામાં આવતો નથી.
ખાસ તો 400થી વધુ વસ્તી ધરાવતા ગામના બાળકોને લાભ મળતો ન હોય તો કુપોષણ કુપોષિતની વાત ક્યાં. આખરે હરિયાબારના ગ્રામજનો નસવાડી મામલતદાર આવેદનપત્ર આપી તેઓના બાળકોને નાસ્તો મળે તેવી માગ કરી છે. ત્યારે આઝાદીના અમૃત મોહત્સવની ઉજવણી કરતા નેતાઓ તંત્ર પાસે બાળકોના નાસ્તા માટે આવેદનપત્ર આપી માગ કરવી પડે એ તંત્ર માટે તમાચા સમાન કહેવાય.
અમારી માગ પૂરી નહીં થાય તો ગ્રામજનો સાથે ધરણાં પ્રદશન કરી માગ કરીશું
કોઈ બહેન અમારા ગામમાં જોવા આવતી નથી. અમારા આદિવાસી બાળકોને કોઈને કશું મળતું નથી. અમારે ગામમા આંગણવાડી બને અને બાળકોને નાસ્તો મળે તેવી માગ છે. અમારી માગ પૂરી નહીં થાય તો ગ્રામજનો સાથે ધરણા પ્રદશન કરી માગ કરીશું. - પ્રભાતભાઈ ભીલ, ગ્રામજન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.