તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોંગ્રેસના ચૂંટાયેલા 9 સભ્યોને એક પણ વિકાસનું કામ ન અપાતાં રોષ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી તા.પંચા.ના વિરોધ પક્ષ દ્વારા ટીડીઓ, પ્રમુખને આવેદનપત્ર અપાયું

નસવાડી તાલુકા પંચાયતમા કોંગ્રેસ પક્ષ હેઠળ ચૂંટાયેલા 9 સભ્યોને તાલુકાના પેહલા આયોજનમાં વિકાસના કામોથી બાદબાકી કરાતા ટીડીઓ, પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. નસવાડી તાલુકા પંચાયતમા ભાજપની બોડી બન્યા બાદ 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ 150 લાખના વિકાસના કામોનું પહેલું આયોજન કરાયું છે. જે આયોજનમા નસવાડી તાલુકા પંચાયત માં ભાજપ પક્ષ હેઠળ 13 સભ્યો ચૂંટાયા છે. જ્યારે કોંગ્રેસ પક્ષ હેઠળના 9 સભ્યો ચૂંટાયા છે.

હાલમા પહેલું વિકાસના કામોનું આયોજન કરાયું છે. જેમાં કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્યોને એક પણ કામ આપવામાં આવ્યું નથી. તેમજ આ સભ્યોનું કામ લેવાયું ન હોય જ્યારે ભાજપ પક્ષ હેઠળ ચૂંટાયેલ તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને વિકાસના કામોની ફાળવણી કરાય છે. જેને લઈ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો નારાજ હોય વિરોધ પક્ષના નેતા રાઠવા ફતેસિંહ રગનભાઈ અને સભ્યોના હસ્તે નસવાડી તાલુકા પંચાયત ટીડીઓ અને પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

જેમાં પ્રમુખને રજૂઆત કરતા પ્રમુખે તેઓના ભાજપના સભ્યોને પહેલા કામ આપયા છેનું જણાવ્યું હતું. જ્યારે ટીડીઓ આ બાબતે આવેદનપત્ર કામોના આયોજન કરનાર કમિટી સમક્ષ મૂકી ચર્ચા કરીશું નું જણાવ્યું છે. એકંદરે હવે તાલુકા પંચાયત કચેરીના વિકાસના કામોમાં ભાજપ, કોંગ્રેસ સામસામે રહેશે તેમ પહેલા આયોજનથી લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...