રાજ્યના આદિજાતિ વિકાસ મત્રાલાય ભારત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર જીએસટીઈ એસ સંચાલિત નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમા 2000 જેટલાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમા રહી શિક્ષણની સુવિધાઓ મેળવે છે. ઘૂંટીયાઆંબા, પીસાયતા, ધારસીમેલ આ ત્રણ કન્યા સાક્ષરતા નિવાસી શાળામા અભ્યાસ કરતી કન્યાઓ ત્યાંજ રહે છે. ટ્રાયબલ વિભાગ દ્વારા આદિવાસીઓને શિક્ષણની સુવિધાને લઈ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. છતાંય આદિવાસી છાત્રોના ભોજનની ગુણવતામા સુધાર આવતો નથી.
એક વર્ષ પેહલા લિંડા શિક્ષણ સકુલમા ભોજનમાંથી ઈયળ નીકળ્યા બાદ રાજ્યના ટ્રાયબલ વિભાગના કાર્યપાલક નિયામક ગાંધીનગરથી લિંડા દોડી આવ્યા હતા. ત્યારબાદ ભોજનની ગુણવતાને લઈ એજન્સી પર કાર્યવાહી કરાઈ હતી. તેના છ માસ બાદ ટ્રાયબલ વિભાગના સેક્રેટરી પણ લિંડા સકુલમા આવ્યા હતા. તે વખતે પણ વિદ્યાર્થીઓનો પાણીનો પ્રશ્ન અને ભોજનની ગુણવતાનો પ્રશ્ન હતો છતાંય તેઓ ભોજન બાબતે તપાસ કરી ન હતી. અને કલાકમા રવાના થયા હતા.
હાલ છેલ્લા કેટલાય મહિનાથી ફરી આદિવાસી વિદ્યાર્થીઓને ભોજન વ્યવસ્થિત આપવામાં આવતુ નથી ની વાત બહાર આવી છે. જેમાં પાણી જેવી દાળ, કાચો ભાત, બળેલી રોટલી અને કઠોળનુ શાક પણ પાણી જેવું અપાય છે. એટલે જેટલું ગુણવતા યુક્ત ભોજન જોઈએ તેટલું આપવામાં આવતું નથી. વિદ્યાર્થીઓ વોર્ડનને ફરિયાદ કરે વોર્ડન આચાર્યને, આચાર્ય જેતે એજન્સીના માણસોને, છતાંય ભોજનની ગુણવતા પર સુધાર આવતો નથી. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ કોઈક દિવસ ભોજનને લઈ ગુણવતાની ચકાસણી કરતા ન હોય.
હવે આદિવાસી વિદ્યાર્થીઓ તેમની ફરિયાદ કરે તો કોણે કરીની પરિસ્થિતિ સર્જઈ છે. કેટલાક વિદ્યાર્થીઓ તેમના વાલીઓને ભોજનની ગુણવતાને લઈ ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે હવે ભોજનની ગુણવતા બાબતે પ્રશ્ન કોણ ક્યારે હલ કરશે તે જોવું રહ્યું.
ભોજન બાબતે સુધારો કરવો જોઈએ
ભોજન વધારે વિદ્યાર્થીઓનું બંને. અમે સમજીએ પણ જરા વ્યવસ્થિત ભોજન હોય તો સારું. પાણી જેવું બધું લાગે. અમારે જમવું પડે છે. કોઈક દિવસ સારુ, પછી એવુ જ. પાછું મોટા સાહેબો રોજ આવે તો બધું સારુ થઇ જાય. અમે ભુખા રહીએ કરતા ગુણવતા વગરનુ પણ જમીએ છે.> વિદ્યાર્થીઓ, લિંડા
કંઈપણ પ્રોબ્લમ હોયતો અમે રજિસ્ટરમા નોંધ કરીએ છે
ભોજન વિદ્યાર્થીઓને આપતા પહેલા અમે જોઈએ છે. વિદ્યાર્થીઓ ચેક કરે છે. આચાર્ય ચેક કરે છે. કાચો ભાત હોય અન્ય બાબતે અમે એમને જાણ કરીએ છે. > સંજયભાઈ ભીલ, વોર્ડન લિંડા
કોઈ પ્રોબ્લમ હોય તો અમને કોઈએ કહેવું જોઈએ
ભાત કાચો અથવા અન્ય બાબતે અમને કોઈ કેહતુ નથી. અમે ભોજન બનાવી ટેબલ પર મૂકીએ છે. કોઈ ચેક કરતું નથી. અમે તો પછી જમવાનું બાળકો આવે એટલે ચાલુ કરીએ છે.> જીતુભાઈ સોંલકી, રસોડા સુપરવાઈઝર લિંડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.