અસુવિધા:નસવાડીમાં જાહેર બગીચાઓમાં ના અભાવે ખાનગી બાગમાં જવાનો વારો આવતાં લોકોમાં રોષ

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી ગ્રામ પંચાયત જ્યાં વિકાસના કામની જરૂરિયાત નથી ત્યાં કામ કરે છે

નસવાડી ટાઉનમાં એક આઈટીઆઈ પાસે બાગ આવેલ છે. જ્યારે બીજો રેલવે પાસે બાગ આવેલ છે. પરંતુ બાગની જાણવડી અને સુવિધાઓ અભાવ હોય નસવાડીના ગ્રામજનો દુઃખી બન્યા છે. સરકાર વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ આરસીસી સ્ટ્રક્ચરના કામ કરાય છે. પરંતુ વર્ષોથી બે બાગ જે વાર તહેવારમાં ગ્રામજનોથી લઈ વેકેશનમાં મામાના ઘરે આવતા ભાણેજ મજા માણી શકે પરંતુ બાગ ઉજ્જડ હોય અને આશામાજીક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હોય બાગ તરફ કોઈ જોતું નથી.

હાલ ગૌરી વ્રતનો તહેવાર હોય આખો દિવસ વ્રત રાખેલ કુંવારીકાઓ ક્યાં જાય આમતેમ ફરી આખરે નસવાડી ટાઉનમાં આવેલ હાજી ઈકબાલ ભાઈ મટોડીના ફાર્મ હાઉસ પર સુંદર મજાનું બાગ છે ત્યાં જાય છે. સાથે કેટલા ગ્રામજનો પોતાના પરિવાર સાથે રામપુરી મંદિરમાં નાનકડા બાગમાં જાય છે. હાલ નસવાડીમાં ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોય કુંવારીકાઓ જાહેર રોડ પર બેસી રહેલ જોવા મળેલ અને એક જ વાતો કરતી હતી આપણા ગામમાં બાગ નથી અને કોઈ કરતું નથી ત્યારે આ બાબતે નસવાડી ગ્રામ પંચાયત 15મા નાણાં પંચમાં આવેલ લાખ્ખો રૂપિયામાં એક બે સ્ટ્રક્ચર આરસીસીના ઓછા કરી બાગ વ્યવસ્થિત બનાવે તેવી માંગ છે. 

અન્ય સમાચારો પણ છે...