તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખુશાલપુરામાં ગટરની કામગીરી નહીં કરાતાં વરસાદી પાણીનો નિકાલ રુંધાતાં લોકોમાં રોષ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર કામગીરી પૂરી ન કરી પૈસા ઉપાડી લીધા બાદ પાઈપ નાંખ્યા, હજુ કુંડી બનાવી નથી : ગ્રામજનો

ખુશાલપુરા ગામે મુખ્ય આરસીસી એકજ રસ્તો ગામમાં જાય છે. જેના ઉપર વરસાદી પાણીનો નિકાલ રોડ પર થઈ જતો હતો. ગ્રામજનોની એક માગ હતી કે આરસીસી રોડ બને તો સારું. વર્ષો જૂનો રસ્તો હોય નવીન રસ્તાની માગ હતી. પરંતુ ગટર તાલુકામાં મંજૂર થઈને આવતા માર્ચ 2021માં ગટરની કામગીરી અધૂરી હોય તાલુકા પંચાયતમાં તપાસ કરતા માર્ચમાં ગટરના રૂપિયા ગ્રામ પંચાયત ઉપાડી લીધા હતા.

પરંતુ મીડિયાના માધ્યમ થકી લોક રજૂઆત પ્રસિદ્ધ થયા બાદ અધૂરી ગટરની કામગીરી પાઈપ નાંખી પૂર્ણ કરાઈ તે સમયના તાલુકા પંચાયત એસઓ પ્રકાશભાઈ દ્વારા સરપંચ, તલાટીને કામ પૂર્ણ કરવા જણાવતા કામગીરી શરૂ કરી હતી. પરંતુ એસઓનું અવસાન થયા બાદ ખુશાલપુરા ગામે ગટરની કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી અને ચેમ્બરો બનાવાયા જ નથી અને શાળા પાસે તો ગટરના પાઈપ નખાયા જ નથી તો પાણીનો નિકાલ થાય કઈ રીતે?. હાલ 24 જૂને વરસાદ પડ્યો હતો તો આખા રસ્તા પણ નદીની જેમ પાણી વહેતા થયા હતા. પછી પાણી રસ્તા પર ભરાયા છે.

ગટરના ચેમ્બરો બનાવાયા ન હોય પાણી જાય કઈ રીતે ગટર નું કોઈ લેવલ જ નથી અદાજીત 300 મિટર ની 2 લાખ રૂપિયા ની ગટર લાઈન બને પેહલા તાલુકા પંચાયત માંથી કેવી કામગીરી જોઈ નાણા ચુકવાઈ ગયા તે હવે તપાસ નો વિષય બન્યો છે સરપંચ ,તલાટી ધ્યાન ન આપ્યું અને પેસા ઉપાડી લીધા છે ગટર ને લઈ આખું ગામ હમણાં દુઃખી થયું છે હાલ તો નસવાડી તાલુકા પંચાયત ના અધિકારી જાતે સ્થળ તપાસ કરે તેવી ગ્રામજનો ની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...