તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:જેમલગઢ ગામમાં મકાઈ, કપાસના ઉભા પાકમાં ભૂંડોએ ભેલાણ કરતાં ખેડૂતોમાં રોષ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જેમલગઢ, આલિયા ઘોડા પેટા ફળીયાના ખેડૂતની મકાઈ ભૂંડો બગાડી પાક બતાવતા પરિવારની તસવીર. - Divya Bhaskar
જેમલગઢ, આલિયા ઘોડા પેટા ફળીયાના ખેડૂતની મકાઈ ભૂંડો બગાડી પાક બતાવતા પરિવારની તસવીર.
  • સરકાર ફેન્સિંગની યોજનાની સમજ આપે અને ભૂંડોના ત્રાસથી છૂટકારો અપાવે તેવી માગ

નસવાડી તાલુકામાં મકાઈથી આદિવાસી ઘરોમાં રોટલો બને છે અને રસોઈમાં પણ મુખ્ય ભોજન મકાઈ છે. છેલ્લા 5 વર્ષથી નસવાડી તાલુકાના ખેડૂતો ભૂંડોના ત્રાસથી મકાઈ પકવવાનું બંધ કર્યું છે. જેને લઈ બજારમાં મકાઈનો ભાવ 400 રૂપિયા મણ છે. ખેડૂતો હોવા છતાંય ભૂંડોના ત્રાસથી આદિવાસી પરિવાર બજારમાંથી મકાઈ ખરીદ કરી ખાઈ રહ્યા છે.

સરકાર પાક રક્ષણની અનેક યોજનાઓ બહાર પાડે છે પરંતું જે યોજનાઓ ઉદ્ઘાટન પૂરતી અને વાહવાહી પૂરતી સારી લાગે છે. જેમલગઢની સીમમાં ખેડૂતોના મકાઈના ઉભાં પાકમાં ભૂંડો ભેલાણ કરી મકાઈનો પાક પૂરો કરી રહ્યા છે. સાથે કપાસનો પાક તો હજુ તૈયાર થઈ રહ્યો છે તેવામાં તો કપાસના ખેતરોમાં ભૂંડોના ટોળાંનો વાસ થયો છે. સરકાર દ્વારા ખેડૂતો પાસે જઈ તેમના ખેતરોની ફરતે તારની ફેન્સિંગ યોજનાની સમજ આપે અને ભૂંડોના ત્રાસથી છૂટકારો અપાવે તેવી ખેડૂતોની માગ છે. ખેતરોમાં ખેડૂતો ઘરમાં મકાઈ ખાવા પૂરતી કરી શકતા નથીની ફરિયાદો ઉઠી છે. આ બાબતે જિલ્લા ખેતીવાડી વિભાગ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

મકાઈ વાવી તો ભૂંડોએ બધું સાફ કરી નાખ્યું
2 હજાર પ્રધાનમંત્રી કિસાન લાભના આવ્યા તેનું ખાતર લીધું હતું. ઘરે ખાવા 2 એકરમાં મકાઈ કરી હતી પણ ભૂંડોએ ખેતરનો પાક બગાડ્યો છે. સરકાર ફેન્સિંગ યોજના કરી આપે તો સારું. કપાસના છોડ પણ ભૂંડો બગાડે છે. > મનહરભાઈ ભીલ ખેડૂત, આલિયા ઘોડા જેમલગઢ

અન્ય સમાચારો પણ છે...