તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:નસવાડી તા.ના 15 ગામમાં કાચા મકાનોમાં ચાલે છે આંગણવાડી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના વઘાચ ગામમાં કાચા ઝૂંપડામાં આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે. - Divya Bhaskar
નસવાડી તાલુકાના વઘાચ ગામમાં કાચા ઝૂંપડામાં આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે.
  • 2012-13માં મૂડી અને ખર્ચ અંતર્ગત આંગણવાડીના મકાનો મંજૂર થયા હતા
  • નાના ભૂલકાંઓના પાયાના શિક્ષણ માટે સરકારી તંત્રે ધ્યાન ન આપ્યું

રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં સૌથી મોટા બજેટની ફાળવણી કરે છે. પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સરકાર આદિવાસી વિસ્તારને લગતી જે વાત કરે છે તે બજેટના આંકડા મોટા હોય છે. પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા નાના ભૂલકાંઓ જે આંગણવાડીમા પાયાનું શિક્ષણ મેળવે તે આંગણવાડીના પાકા મકાનો આઝાદીના વર્ષો બાદ બન્યા નથી.

નસવાડીના ડુંગર વિસ્તારની ગનીયા બારી, સાકડીબારી, રેલીયા આંબા, પીપલવાળી, ખેરમાર જેવા 15 ગામમા આંગણવાડીના પાકા મકાન નથી. અને આંગણવાડી વર્ષોથી કોઈ દાતાના કાચા ઘરમા અથવા ગ્રામ પંચાયતના જર્જરિત મકાનમા અથવા અથવા ભાડાના મકાનોમા ચાલે છે. જે જગ્યાએ આંગણવાડી કાર્યકર, તેડાઘર કપરી પરિસ્થિતિમા કામગીરી કરે છે. 15 ગામની આંગણવાડીઓ હજુ બની નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કુકરદા બેઠકના માજી સદસ્ય દ્વારા પણ લેખીતમા અન્ય 15 આંગણવાડી જેતે ગામ તેમજ અન્ય ગામના પેટા ફળીયામા બનાવવા માટે માંગણી કરી છે.

વર્ષ 2012-13મા મૂડી અને ખર્ચના સદરમા આંગણવાડીઓ મંજૂર થઈ હતી. પરંતુ ધ્યાન અપાયું નથી. તેમ લાગી રહ્યું છે. આઝાદીના વર્ષો બાદ પણ આદિવાસી વિસ્તારના નાના ભૂલકાંઓ માટે પાકા મકાનો આંગણવાડીના બન્યા નથી. ત્યારે સરકાર કરોડોના બજેટ વિકાસના કામ માટે ફાળવે છે. પરંતુ ફક્ત કોતરો પર નાણાં, દિવાલો, પેવડીપો બની ગ્રાન્ટ પૂરી થાય છે. છોટાઉદેપુરના અગાઉના ડીડીઓ મિહિર પટેલ આંગણવાડીના બાંધકામ માટે ધ્યાન આપ્યું હતું. અને આંગણવાડીઓના પાકા મકાનો હાલ તૈયાર થયા છે. ત્યારે નવા આવેલ ડીડીઓ ગંગાસિંઘ તત્કાલ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...