માંગ:નસવાડીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવા પોલીસની માઈકમાં જાહેરાત કરી અપીલ

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસે હેલમેટ બાઈક સવાર પહેરે માટે માઈકથી અપીલ કરી હતી. - Divya Bhaskar
નસવાડી પોલીસે હેલમેટ બાઈક સવાર પહેરે માટે માઈકથી અપીલ કરી હતી.
  • અકસ્માતમાં મૃત્યુનો દર ઘટાડવા માટે પગલું ભરાયું
  • સવારે રૂા. 50 ચૂકવી ભાડે હેલ્મેટ લાવી બાઈક પોલીસ પાસેથી છોડાવી

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત અવાર નવાર બાઈક સવારની સલામતીને લઈ ટ્રાફીક ઝુંબેશ હાથ ધરેલ હતી. છતાંય બાઈક સવારો હેલ્મેટ પેહરતા ન હોય અને હાલમાં જે અકસ્માત થયા તેમાં હેલ્મેટ વગર બાઈક સવારો મોતને ભેટ્યા હતા. જેને લઈ પોલીસ હવે કડક હાથે કામગીરી શરૂ કરી છે.

જ્યારે હેલમેટ ન હોય ભાડે લાવી બાઈક છોડાવી હતી તે દંપતીની તસવીર.
જ્યારે હેલમેટ ન હોય ભાડે લાવી બાઈક છોડાવી હતી તે દંપતીની તસવીર.

નસવાડી પોલીસ દ્વારા હેલ્મેટ બાઈક સવાર ફરજિયાત પહેરી નસવાડી ગામમા આવે જેની જાગૃતિને લઈ નસવાડીમા પોલીસ વેન પર માઈક સાથે બધાને અપીલ કરાઈ છે. જ્યારે પોલીસ પણ અચાનક કામગીરી કરતા બાઈક સવાર અટવાઈ ગયા હતા. જેમાં ચલામલીના હસમુખભાઈ ભીલ નજીકના ગામથી 50 રૂા. ભાડાથી હેલ્મેટ લાવ્યા હતા અને બાઈક છોડાવી હતી. અચાનક પોલીસે જાહેરાત ન કરી અને કાર્યવાહી કરતા મોટા ભાગના ગામડામાંથી આવેલ બાઈક સવારો નારાજ થયા હતા. પોલીસ બાઈક સવારોના હીતને લઈ કામગીરી કરે છે. સારી બાબત છે પરંતુ પોલીસ મોકો આપી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...