નસવાડીના લીંડા શિક્ષણ સંકુલમા આદિવાસી કન્યા અને કુમારને રહેવા જમવા સાથેની સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં ભોજનની ગુણવત્તા અને ઠંડા પાણીથી વિદ્યાર્થીઓ નાહતા હોવાનો પ્રશ્ન ઉઠ્યો હતો. જેના પગલે હોબાળો મચતાં સંકુલમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવી દેવાઇ છે. જેમાં વાલીઓ પણ અટવાઈ ગયા છે. સીસીટીવી કેમેરાથી સજ્જ સંકુલમા આ રીતના પ્રવેશ બધીના ગેટ આગળ બોર્ડ મારી વોચમેનને નોટિસ અપાઈ છે. આચાર્યનો સંપર્ક કરતાં તેમણે ફોન રિસીવ ન કરી કોઈ જવાબ આપ્યો ન હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લીંડા શિક્ષણ સંકુલમાં આદિવાસી કુમાર અને કન્યાઓ રહી અભ્યાસ કરે છે. EMRS ( એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ ) માં કુમાર છોકરાઓ હોસ્ટેલમાં રહે છે. જ્યારે પીસાયતા, ધારસિમેલ, ઘૂંટીયાઆંબા આમ ત્રણ કન્યા સાક્ષરતા નિવાશી શાળાઓ કાર્યરત છે. જેમાં 1500 જેટલી કન્યાઓ હોસ્ટેલમાં રહી અને લીંડા શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલાં ભોજનની ગુણવત્તાને લઈ કેટલાય વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
આ પ્રશ્નો જાહેરમાં ઉજાગર થતાં લીંડા શિક્ષણ સકુલ બહાર ગેટ પર બોર્ડ મારી બિન અધિકૃત વ્યક્તિથી લઈ દરેક જણને પરમિશન લઈ પ્રવેશ મેળવવા સૂચનો કરાયા છે. કેટલાક વાલીઓ રવિવારે આવ્યા ત્યારે તેઓને પણ પ્રવેશ અપાયો ન હતો. આ અંગે લીંડા સકુલના આચાર્યને પૂછવા કેટલાય ફોન કરાયા છતાં આચાર્યે કોલ ઉઠાવ્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.