તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નસવાડીમાં આચાર્યની હત્યા કરી ફરાર શિક્ષકને પકડવા પોલીસ તંત્રની દોડધામ

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તપાસ માટે FSL ટીમ નસવાડી આચાર્યના ઘરે આવી હતી. ઈન્સેટ તસવીરમા આરોપી શિક્ષક ભરત પીઠીયા નજરે પડે છે. - Divya Bhaskar
તપાસ માટે FSL ટીમ નસવાડી આચાર્યના ઘરે આવી હતી. ઈન્સેટ તસવીરમા આરોપી શિક્ષક ભરત પીઠીયા નજરે પડે છે.
  • બંને પિતરાઇ ભાઇઓ વચ્ચે ખેલાયેલા ખૂની ખેલનું રહસ્ય હજુ યથાવત
  • પિતરાઇ શિક્ષક ભાઇ જ ભાઇની હત્યા કરી હજુ ફરાર

નસવાડીની રામદેવ સોસાયટીમાં શુકવારે વેહલી સવારે બે પિતરાઇ શિક્ષક ભાઇઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠીયાની કોલંબા શાળાના શિક્ષક ભરત પીઠીયા છરાના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો છે. હત્યાના એક દિવસ બાદ પણ હજુ આરોપી નસવાડી પોલીસના હાથે ઝડપાયો નથી. હત્યારાએ મૃતકના પત્ની અને પુત્રી પર પણ હુમલો કર્યો હતો. આ હત્યાનું રહસ્ય હજુ યથાવત છે. ઘટનાને પગલે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બંને પિતરાઇ ભાઈઓ ઘટના બની એના આગલા દિવસ-રાત સાથે જ હતા. દૂધ લેવા પણ સાથે ગયા હતા. તો રાતના દસ કલાકમા એવું તો શું બન્યું કે શિક્ષક ભરતે ભાઈ મેરામણની હત્યા કરી. વહેલી સવારની આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે પરંતુ સાચું કારણ હજુ જાણી શકાયું નથી. છોટાઉદેપુર પોલીસથી લઈ બોડેલી મામલતદાર સમક્ષ પણ મૃતક મેરામણ પીઠીયાની ઈજાગ્રસ્ત પત્નીએ આપેલ નિવેદનમાં પણ હત્યાનું કારણ બહાર આવ્યું નથી. તમામ પ્રશ્નો હવે આરોપી પકડાય પછી જ હલ થાય તેમ છે. હાલ તો નસવાડી પોલીસ જૂનાગઢ અને અન્ય શહેરમાં આરોપીને પકડવા દોડધામ કરી રહી છે. નસવાડી પીએસઆઈ જાતે અલગ ટીમો બનાવી આરોપીને પકડવા દોડધામ કરી રહ્યા છે.

FSLની ટીમે પણ મકાનમાં જઇ જરૂરી કાર્યવાહી કરી
એફએસએલની ટીમ પણ હત્યા ક્યારે થઈ અને કેટલા કલાક પહેલાં આ ઘટના બની એ બાબતે બ્લડ સેમ્પલ તેમજ અન્ય જરૂરી તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

ઘરમાં પડેલો છરા સાથે ચંપલની જોડી પોલીસે કબજે લીધી
શિક્ષકે હત્યા કરી તે ઘરમાં પલંગ પાસે છરો પડ્યો હતો અને એક ચપલની જોડ હતી. પોલીસે બંને કબજે લઇ તપાસ હાથ ધરી છે.

ઘર પાછળના ખેતરો, નદીના રસ્તા અને જંગલ વિસ્તારમાં પોલીસની શોધખોળ
હત્યા થયાના કલાકમાં પોલીસે આરોપીને પકડવા અશ્વિન નદીના પટ અને હત્યા થઈ તે ઘર પાછળના ખુલ્લા ખેતરોથી લઈ જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. છતાંય કોઈ જગ્યાએ આરોપીની ભાળ મળી નથી.

સોસાયટીના શિક્ષકો-ગ્રામજનો પણ રાત્રીના તિલકવાડાના ગામો તરફ શોધમાં લાગ્યા
આરોપી દિવસે ખેતરોમાં જંગલમા છુપાઈ ગયો હોય અને રાતના પગપાળા રોડ પર નીકળ્યો હોય તેવી આશા સાથે સોસાયટીના શિક્ષકો અને ગ્રામજનો હાઈવે રોડ પર શોધખોળ માટે રાતે નીકળ્યા હતા. પરંતુ હજુ કોઈ પતો લાગ્યો નથી.

છાતીના ભાગે છરો માર્યો તો લોહી શર્ટ પર ઉડ્યું હશે, તે જ શર્ટ પહેરી શિક્ષક ફરાર થયો
શિક્ષકે આચાર્યને છાતીના ભાગે અને ગળાના ભાગે છરો માર્યો હતો. ત્યારે સામેની બાજુથી શિક્ષકે છરો માર્યો હોય તો તેના શર્ટ પર લોહી ઉડયું હશે. તો તે જ શર્ટ પહેરીને આરોપી ફરાર થયો હશે. શું હત્યારા શિક્ષકનું અન્ય કોઈ કનેક્શન હશે તેવા અનેક પ્રશ્નો હવે ચર્ચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો