આ મનરેગાની કચેરી કે દારૂનો અડ્ડો?:નસવાડી તાલુકા પંચાયતની કચેરીમાંથી દારૂની 100 જેટલી ખાલી બોટલ, ચાખણા-સોડા બોટલો મળી!

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસે તાલુકા પંચાયતની મનરેગા કચેરીની અંદર અને ધાબા ઉપરથી પીવાઈ ગયેલ દારૂ બોટલો અને બિયરના ટીન કબ્જે કરી કાર્યવાહી કરી હતી. - Divya Bhaskar
નસવાડી પોલીસે તાલુકા પંચાયતની મનરેગા કચેરીની અંદર અને ધાબા ઉપરથી પીવાઈ ગયેલ દારૂ બોટલો અને બિયરના ટીન કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
  • કચેરીની કેબિનની અંદર ખુરશીઓ, સોડા અને પાણીની બોટલો, ચાખણાની સામગ્રી જોવા મળી
  • કચેરીમાંથી અંદાજે 100 જેટલી દારૂની બોટલ અને બિયરના ટીન નસવાડી પોલીસે કબજે કર્યા
  • કમ્પાઉન્ડના અન્ય રૂમમાંથી પણ થેલીમાં ભરેલી દારૂની મોટી માત્રામાં બોટલો કબજે કરાઇ

નસવાડી તાલુકામાં કડક દારૂબંધીના અમલ માટે સરપંચો આવેદનપત્ર આપી રજૂઆત કરે છે. ત્યારે બીજી બાજુ નસવાડી તાલુકા પંચાયતની અંદર જ આવેલ મનરેગા ઓફિસની અંદર પીવાઇ ગયેલ દારૂ બિયરના ટીન નસવાડી પોલીસ કબજે કર્યા છે. આ મનરેગા ઓફિસના ધાબા પર પીવાઈ ગયેલ અલગ અલગ બ્રાન્ડના દારૂના ક્વાર્ટરિયા સાથે મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરના ટીન અંદાજે 100 બોટલ ટીન નસવાડી પોલીસે કબજે કર્યા છે.

નસવાડી પોલીસ તેમજ બોડેલી સીપીઆઈ મનરેગા ઓફિસ ઉપર આવ્યા હતા. આ ઓફિસના ધાબા પર જવા માટે ફક્ત એક જ દાદર છે અને એ પણ લોકવાળો છે. એટલે ઓફિસ ખુલે પછી જ કોઈક વ્યક્તિ ધાબા ઉપર કે અંદર પ્રવેશી શકે છે. પોલીસ આવીને દરેક બાબતની સ્થળ તપાસ કરી છે. જેમાં મનરેગા ઓફિસના જે કોમ્પ્યૂટર રૂમ છે તે ઓફિસની અંદર બિયર અને દારૂની બોટલ મળી આવી હતી. જે પોલીસ કબજે કરી છે. નસવાડીના આદિવાસી ગ્રામજનો ઓફિસ આવે તો ચંપલ પણ બહાર ઉતારીને અંદર જતા હોય ત્યારે આટલો બધો દારૂ કોણ પી ગયું તેના પર પ્રશ્નો ઉઠ્યા છે.

બીજી બાજુ નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો દારૂબંધીના કડક અમલને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ત્યારે સરકારી ઓફિસમાં પીવાઈ ગયેલ દારૂની બોટલો પોલીસે કબજે કરી હવે સરકારી તંત્ર સામે કાર્યવાહી શું કરે છે તેના પર સૌની નજર છે.શનિવારે ઓફિસ ખુલ્લી હોઇ કેટલાક કર્મચારીઓ કામગીરી કરવા આવ્યા હતા. જેમાં નસવાડી ટીડીઓની સહી લેવા પણ કેટલાક કર્મચારીઓ ઘરે ગયા હતા. ત્યારે દારૂની બાબતને લઈ ભારે ચર્ચાઓ ઉઠી છે.

હવે પોલીસ તપાસમાં જ ખબર પડે કે દારૂની બોટલો ખાલી તો કોઈ મૂકી નથી ગયું. કારણ કે થેલી બોક્સમાં ભરીને ફેંકવા માટે આ બોટલો મૂકી હતી. દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર હોય અને ઈંગ્લિશ દારૂની લતે સરકારી કર્મચારીઓ ચઠ્યા હોય તેવી ચર્ચા ઉઠી છે.

ઉપર-અંદર પાર્ટીઓ થાય એવી વાતો બધાં જાણે છે
દારૂને લઈ કાર્યવાહી કરવા આદિવાસી સમાજ આવેદનપત્ર આપી માગ કરે છે અને ગામડામાં મળતો દારૂ પકડાતો નથી તો તાલુકા પંચાયત ઓફિસ કર્મચારીઓ માટે આટલો બધો દારૂ આવ્યો કઈ રીતે અને પીવાઈ પણ ગયો. પીવાઈ ગયેલો દારૂની મોંઘી બોટલો, ટીન પોલીસ કબ્જે કરી છે તો કાર્યવાહી કરવી જોઈએ. કોઈ ખાલી તો મૂકી ન જાય, ઉપર અને અંદર પાર્ટીઓ થાય એવી વાતો પહેલાથી બધાં જાણે છે. કામ માટે આવતા લોકો અને બાકી કામ હોય તેમના નિવેદનો લેવા જોઈએ અને તપાસ થાય તેવી મારી માગ છે. > મુકેશ ભીલ, જિલ્લા પંચાયત સભ્ય, બેઠક વઘાચ

દારૂની બોટલો ટકાવારી પેટે ઓફિસમાં લેવાય છે, જે તપાસનો વિષય બન્યો
મનરેગા ઓફિસમાં મોટી માત્રામાં મજૂરોને લગતા કામ થતા હોય છે. કેટલાય લોકો તેમના કામ માટે ધક્કા ખાય છે. ત્યારે દારૂની બોટલો ટકાવારી પેટે ઓફિસમાં લેવાય છે. તે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે. જાગૃત ગ્રામજનોના નિવેદનો લઈ કોણ દારૂની પાર્ટીઓ કરે છે તે હવે તપાસનો વિષય બન્યો છે.

દારૂની ખાલી બોટલો, બિયર ટિન નસવાડી પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી
વિકાસનું કામ કરતી ઓફિસમાંથી વિવિધ બ્રાન્ડની પીવાય ગયેલ દારૂની ખાલી બોટલો, ક્વાર્ટર, બિયર ટીન સ્થળ પરથી પોલીસ કબ્જે કરી લઈ ગઇ હતી. જેમાં મેક ડોલ હોલ 1, મેજિક મૂવમેન્ટ હોલ 1, લંડન પ્રાઈડ ક્વાર્ટર 2, 37 બિયર ટીન, 47 મેકડોવલ ક્વાર્ટર. સિગ્નેચર હોલ 1. આમ મોટું બોક્સ પીવાઈ ગયેલ દારૂનો હતો, અમુક થેલીમાં હતો, જે પીવાયા બાદ મૂકી રખાયું હતું. ફક્ત ફેંકવાનો બાકી હતો. એટલે વિકાસના કામ કરનારી ઓફિસની સ્વછતા બાકી હોય તેમ જણાઈ આવ્યું હતું.

દારૂની ખાલી બોટલ અને બિયરના ટિન મળ્યા છે, જેની હવે તપાસ કરીશું
નસવાડી તાલુકા પંચાયત કચેરીની અંદર અને ઉપરથી દારૂની ખાલી બોટલ અને બિયરના ટિન મળ્યા છે. જેની હવે તપાસ કરીશું. > ડી.એન.ચુડાસમા, સીપીઆઈ, બોડેલી

અન્ય સમાચારો પણ છે...