ભાસ્કર વિશેષ:3.5 વર્ષથી સરકારલક્ષી યોજના થકી ડાયાલિસિસની નિ:શુલ્ક સારવાર કરાવતો હાંડલી ગામનો યુવાન

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના હાંડલી ગામનો યુવાન ડાયાલિસિસની સારવાર કરાવી રહ્યો છે. - Divya Bhaskar
નસવાડી તાલુકાના હાંડલી ગામનો યુવાન ડાયાલિસિસની સારવાર કરાવી રહ્યો છે.
  • બંને કિડની ફેલ હોવાથી આયુષ્યમાન ભારત કાર્ડ થકી સારવાર કરાવે છે
  • દર 8 દિવસે સારવાર કરાવવા માટે આવવા-જવાનું ભાડું પણ સરકાર આપે છે

નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામાં પણ સરકાર લક્ષિ યોજનાનો લાભ મળી રહ્યો છે. સરકાર લક્ષિ યોજનાનો આભાર દિવાળીના દિવસોમા હાંડલીનો યુવાન માની રહ્યો છે. હાંડલી ગામે રહેતો વિજયભાઈ કનુભાઈ રાઠવા ભાવનગર ખાતે મજૂરી કામે ગયો હતો. ત્યાં તેની તબિયત ખરાબ થઈ હતી. રિપોર્ટમા બન્ને કિડની ફેલ હોવાનું બહાર આવ્યુ હતું. વિજય રાઠવા પરણીત છે અને તેને એક પુત્ર હોવાથી તે ચિંતિત બન્યો હતો. આખરે તેને મા કાર્ડ યોજનાનો લાભ મળ્યો હતો.

અને પછી આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળ્યો છે. બન્ને કિડની ફેલ હોઇ વિજય રાઠવા 3.5 વર્ષથી નસવાડીના હાંડલી ગામથી બોડેલી સંગમ હોસ્પિટલમાં જઈ ડાયલેસિશ કરાવી રહ્યો છે. તેને સારવાર માટે આવવા-જવાનું ભાડું પણ સરકાર લક્ષિ યોજનાના કાર્ડમાંથી અપાઈ રહ્યું છે.

દર 8 દિવસે વિજય રાઠવા નિયમિત ડાયાલિસિસ કરાવવા જાય છે. હાલ વિજય રાઠવા દિવાળીના દિવસોમા ભાજપ સરકારનો સરકાર લક્ષિ યોજનાનો લાભ મળતો હોઇ સરકારનો આભાર માની રહ્યો છે. આજ સારવાર ખાનગી દવાખાનામા થાય તો લાખ્ખો રૂપિયા ખર્ચ થાય. હાલ તો બન્ને કિડની ફેલ હોવા છતાંય સારી રીતે વિજય રાઠવા પરિવાર સાથે પોતનું જીવન જીવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...