રોગચાળો:કરમદી વસાહતમાં તાવ, શરદી, ખાંસીનો વાવર

નસવાડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 લોકોને નસવાડીના સરકારી દવાખાનામાં લવાયાં
  • કોરોનાના ડરથી લોકો પ્રાથમિક સારવાર જ કરાવે છે

નસવાડી તાલુકાના ગામડાઓમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ત્યારે નસવાડી નજીક આવેલ કેલનીયા ગ્રામ પંચાયતના કરમદી વસાહતમાં બુધવારના રોજ 108 દોડતી થઈ હતી. તપાસ કરતા 18 ગ્રામજનોને નસવાડી સરકારી દવાખાનામાં સારવાર માટે લવાયા હતા. તાવ, શરદી, ખાંસી તેમજ અન્ય રોગ હોય તત્કાલ તેઓને સારવાર અપાઈ હતી. નસવાડી સીએચસીના ડોક્ટરના જણાવ્યા મુજબ વાયરલ ઇન્ફેક્શનનું જણાવ્યું છે. જ્યારે સારવાર માટે આવેલ દર્દી ઓ કોરોના વાઈરસ કરી દાખલ કરી દેવાશેનો ભય દરેક આવેલ ગ્રામજનોને લાગતા સારવાર લઈ સારું લાગે છે કરી જતા રહ્યા હતા. વરસાદ બાદ ગામડાઓમાં મચ્છરજન્ય રોગનો વધારો થયો છે. ગામડાઓમાં પહેલા દવાનો છંટકાવ તેમજ ગામમાં પાણીથી ભરાયેલ ખાડામાં ઓઈલ તેમજ ક્લોરીનની ગોળીઓ ટાંકીઓ નાખવામાં આવતી હતી, પરંતુ હાલ વરસાદ બાદ આવી કોઈ કામગીરી ગામડાઓમાં થતી ન હોય રોગચાળો ગામડાઓમાં વધી રહ્યુંનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આરોગ્ય વિભાગ સતર્ક બની ગામડાઓમાં આરોગ્યલક્ષી કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...