તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:છોટીઉંમરના ટેકરા ફળિયામાં મૂંગા પશુને પીવા માટે પાણીના હવાતિયાં

નસવાડી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
છોટીઉમર ગામે બંધ પડેલ મોટર હવાડામાં ગ્રામજનો ઉભા રહી પાણીની માગ કરી સાથે પશુ પાણી માટે કેટલાય કિલોમીટર જઈ કોતરોનું થોડું દેખાતું પાણી પીવે છે તેની તસવીર. - Divya Bhaskar
છોટીઉમર ગામે બંધ પડેલ મોટર હવાડામાં ગ્રામજનો ઉભા રહી પાણીની માગ કરી સાથે પશુ પાણી માટે કેટલાય કિલોમીટર જઈ કોતરોનું થોડું દેખાતું પાણી પીવે છે તેની તસવીર.
 • સરકારી તંત્ર પાણીનો પ્રશ્ન હલ કરવા ગામડામાં જતું જ નથી
 • જિલ્લાનું તંત્ર પણ પહેલાંની જેમ ધ્યાન આપતું નથી : ગ્રામજનો

નસવાડી તાલુકાના અનેક ગામડામા પીવાના પાણીના પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લાનું વહીવટી તંત્ર પણ હવે પાણીના પ્રશ્ને ધ્યાન આપતું નથી. તેમ હવે ગ્રામજનો જણાવી રહ્યા છે. પહેલા પાણી પુરવઠા વિભાગ ગામડામા હેન્ડપંપ બંધ હોય તો ઉનાળા પહેલા ચાલુ કરવા દોડતું હતું. હાલ ગામડામા પાણીના પ્રશ્ન ઉભા થયા છે. ત્યારે જિલ્લાના તંત્રે એક ટીમ બનાવી જોઈએ અને ગામડાની મુલાકતો લઈ પાણી માટે શુ સુવિધાઓ છે તેની જાત તપાસ, સ્થળ તપાસ કરવી જોઈએ. તેવી ગ્રામજનોની માંગ છે.

હાલ નસવાડીના ડુંગર વિસ્તારના છોટીઉમર ગામે પાણીના પ્રશ્ન સર્જાયા છે. આ ગામમા પાણી માટે બોર છે. મોટરો છે. પરંતુ એક જ વાત તંત્ર કરે છે. પાણી ઊંડું ઉતરી ગયું. પરતું સ્થાનિક ગ્રામજનોને સાથે રાખી તંત્રે કામગીરી કરવી જોઈએ. તો પાણીના પ્રશ્ન હલ થાય તાલુકા પંચાયત મારફતે બોર કરાય છે. પરંતુ તે બોર 300 ફૂટ હોતા હોય ઉનાળા પહેલા પાણી હટી જાય છે.

હાલ છોટી ઉંમર ગામે મુંગા પશુ પાણી માટે કોતરોમાં ભટકી રહ્યા છે. કોતરોમા જે થોડું પાણી છે તે પશુ માટે છે. હજુ ઉનાળાની શરૂઆત છે ત્યાંતો પાણી માટે કરોડોનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારોમાં ખોટો સાબીત થયો છે. છોટીઉમર ગામ પાસે નર્મદા નદીનું પાણી છે. પરંતુ તંત્રનું આયોજન ન હોય પાણી વગર ગામડા તરસ્યા બન્યા છે.

91 કરોડની કુપ્પા જૂથ યોજના શરૂ થતાં હજુ વર્ષો નીકળશે
કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના 91 કરોડના ખર્ચે આકાર પામશે. પરતું હાલ ડુંગર વિસ્તારોમા પાણીના પ્રશ્નોની જાત તપાસ તાલુકા, જિલ્લા સ્તરેથી કરવી જોઈએ. અધિકારીઓ ચેમ્બરોમા બેસી રિપોર્ટ કરે છે. પરંતુ રિપોર્ટનું ક્રોશ વેરિફિકેશન થાય તો સાચી પાણીની પરિસ્થિતિ ખબર પડે.

પાણીનો પ્રશ્ન અધિકારીએ ફળિયામાં જાત મુલાકાત કરી હલ કરવો જોઈએ
ટેકરા ફળીયાના ગ્રામજનો સાથે બધે જ પાણીના પ્રશ્નો છે. અમારી રેહણી કરણી એવી છે. પરંતુ જે સુવિધાઓ સરકારે કરી છે એમાં પાણી નથી. તો સ્થળ પર આવી જોવું જોઈએ. પશુ છૂટા ફરે છે. કોતરોમા જે પાણી છે એજ લેવા બધા જાય છે. પાણીના પ્રશ્ન અધિકારીએ જાત મુલાકત કરી હલ કરવા જોઈએ. > કેવજીભાઈ ડુ ભીલ, ગ્રામજન, છોટીઉમર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો