વાકયુદ્ધ:વીજપોલથી વાયર ઉતારી લેતા ગ્રાહક-MGVCL વચ્ચે કકળાટ

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકે 2 વર્ષથી કનેક્શન લેવા નાણાં ભર્યા હતા
  • રિવાઈઝ​​​​​​​ એસ્ટીમેટના નાણાં ભર્યા ન હોઇ અરજી રદ થઈ

નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિજ ગ્રાહકોને વિજ પાવર આપવાની જોગવાઈ છે. ત્યારે નનુંપુરા રોડ પર રહેતા આદિવાસી ગ્રામજન ભીલ કાનજીભાઈએ કાચા મકાન માટે વિજ કનેક્શનની માગણી કરી હતી. જે વિજ કનેક્શનના નિયમ મુજબ તેને નાણાં ભર્યા હતા. અને ત્યારબાદ તેના ઘર સુધી વિજ પોલ પણ ઉભા કરાયા હતા. પરંતુ વિજ મીટર કનેક્શન અપાતું ન હતું.

જેતે કોન્ટ્રાકટરને મધ્ય ગુજરાત વીજ કંપનીએ વિજ ગ્રાહકના ઘર સુધી વિજપોલ ઉભા કરવા સૂચનો કર્યા હતા. પરંતુ વિજ ગ્રાહક ક્યાં વિજ પોલ ઉભા કરાવે છે. અને વિજ લાઈન ક્યાં ખેંચાય છે. તે મધ્ય ગુજરાત વીજ કંપની જોવા ન ગયેલ. અને જ્યારે વિજ મિટર કનેકશન આપવાનું આવ્યું ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીએ વિજ ગ્રાહકે પોતાની રીતે વિજ પોલ અન્ય જગ્યાએ ઉભા કરાવેલનું જણાઈ આવેલ હતું.

જેને લઈ વિજ કંપનીએ વિજ મિટર ન આપી તેને ફરી રિવાઈઝ એસ્ટીમેટના નાણાં ભરવા જણાવેલ હતું. પરંતુ જે જગ્યાનું સર્વે કરાયું હતું. તે જગ્યાએ વિજપોલ ઉભા કર્યાનું વિજ ગ્રાહકે જણાવેલ અને રિવાઈઝ એસ્ટીમેટના નાણાં વિજ ગ્રાહક ન ભરતા ગુરુવાર સવારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિજપોલ ઉપરના વાયરો છોડી નંખાતા ભારે કકળાટ થયો હતો. અમે મામલો તું તું મેં મેં પર પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...