તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કાર મેળામાંથી ખરીદેલી કાર ત્રણ માસથી ન મળતા પોલીસ ફરિયાદ

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના વેપારીએ શ્રી રામ ઓટોમોલ ઈન્ડિયા લિમિટેડના પાદરામાં યોજાયેલા ઓક્ષનમાં 3.68 લાખમાં કાર ખરીદી હતી

શ્રી રામ ઓટોમોલ ઇંડિયા લી.નો કાર મેળો પોર ખાતે 25 માર્ચના રોજ યોજાયો હતો. જ્યા નસવાડીના વેપારી જયસવાલ હરીશકુમાર માતાફેરે ઈકો કાર નંબર GJ 38 BA 5987 બોલી બોલી ખરીદી હતી. અને તેના કુલ રૂપીયા 3.68 લાખ બેન્ક મારફતે આરટીજીએસ કરી અને તેનો કાર ગેટ પાસ બનાવીને વેપારીને 27 માર્ચના રોજ આપેલ હતો. ત્યારબાદ વેપારી કાર ફેરવતો હોય અને શ્રી રામ ઓટોમોલ દ્વારા 15 દિવસમા ઓરીજીનલ ડોક્યુમેન્ટ લઈ જવા જણાવેલ હતું. વેપારી પણ 15 દિવસ સુધી ડોક્યુમેન્ટ માગેલ હોઇ જે આપ્યા ન હતા.

તેવામાં વેપારીની કારના મૂળ માલિક ઓરિજલન ડોક્યુમેન્ટ બતાવી ડ્રાઈવર પાસેથી કાર લઈ ગયા હતા. જે બાબતે અવાર નવાર મેળામાંથી ખરીદ કરેલ કારના તમામ ડોક્યુમેન્ટ માગવા છતાંય આજદીન સુધી આપેલ નથી. વેપારીએ અચાનક કાર લઈ જનાર મૂળ કાર માલીકને પૂછતાં તેને જણાવ્યું હતું કે ‘આ મારી કાર છે. હું હપ્તા ભરુ છું અને મારા આટલા હપ્તા બાકી નથી. મારી પરવાનગી વગર કાર હરાજીમા કેમ મૂકી હતી’. હાલ તો નસવાડીનો વેપારી મેળામાંથી કાર ખરીદ કરી શ્રી રામ ઓટોમોલ ઈંડિયાની ઓફીસના 3 માસથી ધક્કા ખાઈ રહ્યા છે અને કારના રૂપિયા આપ્યા બાદ પણ કાર વગર વેપારી હેરાન છે.

જ્યારે કોઈ જવાબ ન મળતા વેપારી છેતરાયો હોઇ આ છેતરપીંડીને લગતી તપાસ થાય અને વેપારીને કાર મળે અને સાથે આ રીતે અન્ય વેપારીઓ પણ છેતરાય ના માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા અને નસવાડી પોલીસને લેખીતમાં વેપારીએ પોતાના વકીલ સાથે ફરિયાદ આપી તપાસ કરવા માગ કરી છે. હવે પોલીસ આ બાબતે વેપારી ને ન્યાય અપાવશે કે નય તે જોવું રહ્યું આડેધડ વિશ્વાસ પર કાર ખરીદ કરનાર લોકો માટે આ કિસ્સો લાલબતી સમાન અને નોંધ લેવા જેવો છે.

અન્ય સમાચારો પણ છે...