નિર્ણય:સોઢલીયા, કડવાળી વચ્ચે 180 લાખના ખર્ચે નવો રોડ, સ્લેબ ડ્રેઈન બનાવાશે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી દુઃખ ભોગવતા ગ્રામજનોનો પ્રશ્ન સંખેડા ધારાસભ્યે ઉઠાવ્યો હતો

નસવાડી તાલુકાનું સોઢલીયા ગામ મોટી વસ્તી ધરાવતું ગામ છે. અને આ ગ્રામજનોની ખેતી કકડવાળી ગામ તરફ આવેલ હોય. તેમજ કકડવાળીના ગ્રામજનોને ચોમાસાના ચાર માસ ભારે દુઃખ ભોગવું પડતું હતું. કારણ કે સોઢલીયાથી કકડવાળીને જોડતાં ડામર રોડ વચ્ચે મોટું લો લેવલનું કોઝવે હોય અને અશ્વિન નદીનું મોટું કોતર આવે છે. વરસાદમા સતત કોઝવે ડૂબી રહેતો હોય છે. વરસાદ બાદ પાણી કોઝવે ઉપરથી વહેતુ હોઇ આજુબાજુના ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા હતા. જેને લઈ જિલ્લા, તાલુકા પંચાયત ચૂંટણીમા સંખેડા ધારાસભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ આ ગામમા પોહચ્યાં હતા. અને ગ્રામજનોની મુશ્કેલી જોઈ હતી.

ગ્રામજનોની એક જ માંગ હતી. લો લેવલનો કોઝવે ઉપર મોટું સ્લેબ ડ્રેઈન બનાવો. આખરે સરકારમા સંખેડા ધારાસભ્ય સતત રજૂઆત કરતા દિવાળીના નવા દિવસોમા સરકારે સોઢલીયા, કકડવાળીને જોડતાં રસ્તા પર નવીન 4 ગાળાનો સ્લેબ ડ્રેઈન મંજૂર કર્યો છે. જેમાં નવો ડામર રોડ પણ બનશે. 180 લાખના ખર્ચે આ કામગીરી થવાની છે. સંખેડા ધારાસભ્યએ કહેલ વચન પૂર્ણ કર્યું હોઇ જાતે સ્થળ મુલાકત કરી ગ્રામજનોને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...