મુસ્લિમોમાં રોષ:નસવાડીમાં મુસ્લિમ યુવતીને હિન્દુ યુવાન ભગાડી ગયો

નસવાડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાને ભગાડી જતાં મુસ્લિમોમાં રોષ
  • ગુજરાત છોડી અન્ય રાજ્યમાં હોવાની શંકા

નસવાડીના મેમણ કોલાની વિસ્તારમાં રહેતી સગીરવયની દીકરીને નસવાડીના બજારમાં કપડાં લેવા માટે નીકળી હતી. ત્યારે નસવાડી તાલુકાના પાલા ગામનો યુવાન પટાવી ફોસલાવી દીકરીને ભગાડી જતા નસવાડી પોલીસ મથકમાં તેના પિતાએ 3 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

3 દિવસથી સગીર વય દીકરીના માતા-પિતા ચૌધાર આશુએ રડી રહ્યા છે. જેના કારણે નસવાડીમાં પોલીસ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ દ્વારા બંને સમાજના લોકોને બોલાવી બેઠક કરે તે અત્યંત જરૂરી જણાઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...