તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમની કામગીરી સંદર્ભે બેઠક યોજાઈ

નસવાડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાણીના સ્રોત ઊંચા લાવવાનો પ્રયાસ હાથ ધરાશે
 • નસવાડીના ધામસીયા, જેમલગઢ ગ્રામ પંચાયતમાં બેઠક યોજાઈ છોટાઉદેપુર DDO મંગળવારે પાલા ગામની બેઠકમાં હાજર રહેશે

છોટાઉદેપુર જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમની કામગીરીને લઈ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ આ બન્ને તાલુકામા બેઠકોનું આયોજન કરાયું છે. જેમાં કવાંટ અને નસવાડી તાલુકાની 17 ગ્રામ પંચાયતના 38 ગામમા જળસ્ત્રાવને લગતી કામગીરી બાબતે બેઠકોનું આયોજન કરાયું છે. જેને લઈ નસવાડીના ધામસીયા, જેમલગઢ ગ્રામ પંચાયતમા બેઠક યોજાઈ હતી. જેમાં પોજેક્ટ ડાયરેકટર જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ છોટાઉદેપુર અધિકારી દ્વારા ખાસ આઈ ડબ્લ્યુ એમ પી 25 કવાંટ અને આઈ ડબ્લ્યુ એમ પી 26 નસવાડી તાલુકામાં મંજુર થયેલ છે. જે કામગીરીને લગતું પ્રેજેન્ટેશન ગાંધીનગર ખાતે કરાયું છે.

ખાસ તો પાણીના જળ સ્ત્રોત કઈ રીતે ઉંચા આવે તે બાબતે કામગીરી કરવાની છે. જેમાં નરેગા યોજના થકી આ કામગીરી હાથ પર લેવાનું સરપંચ દ્વારા જણાવ્યું છે. તારીખ 5 એપ્રિલથી 8 એપ્રિલ સુધી આ બેઠકોનું આયોજન કરાયું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ બેઠકમા હાજરી આપશે. મંગળવારના રોજ નસવાડીના પાલા ગામે ડીડીઓ છોટાઉદેપુર બેઠકમા આવી જળ સ્ત્રાવને લગતી કામગીરી બાબતે સમજ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો