તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:નસવાડીના વિવિધ પ્રશ્નોને લઈ તાલુકાના તંત્ર સાથે ધારાસભ્યની બેઠક યોજાઈ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં તાલુકાના ગામોમાં વીજ પ્રશ્નો ઉઠતા હોય છે
  • રસ્તા પર પડેલા વૃક્ષો કલાકો સુધી હટતા નથીની ફરિયાદ ઉઠી

નસવાડીમા વરસાદ પડે તો તરત અનેક ગામડામા લાઈટોનો મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે. સાથે વરસાદ પડતાં ખાસ તો મોટા વૃક્ષો રોડ પર પડી જતા હોય છે. જેને લઈ વાહન વ્યવહાર બંધ થતો હોય પછી કલાકો સુધી વૃક્ષો રોડ વચ્ચે થી હટતા ન હોય જેને લઈ સંખેડા ધારાસભ્ય સુધી લોકો પ્રશ્ન હલ કરવા માટે રજુઆત થઈ હોય નસવાડી મામલતદાર, ટીડીઓ, એમ જી વી સી એલના અધિકારી અને ફોરેસ્ટ વિભાગ સાથે સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવીએ બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા.

ખાસ બધા અધિકારીઓ એકબીજાના સંકલનમા રહી લોકોને મુશ્કેલી ન પડે તેવી કામગીરી તત્કાલ કરવા સૂચનો કર્યા છે. રોડ રસ્તા બંધ થતાં હોય તો આર એન્ડ બી વિભાગ પણ કામગીરીનું ધ્યાન રાખે તેવી બેઠકમા ચર્ચા થઈ છે. ખાસ વિજ પ્રશ્નો વધુ હોય હલ કરવા ડે ઇજેનર ધ્યાન આપી લોકો ને અંધારા ઉલેચવા ન પડે ના સૂચનો કરાયા છે. સાથે ટીડીઓ પણ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો બાબતે ધ્યાન આપેની બેઠકમા ચર્ચા થઈ હતી. જેમાં નસવાડી ડિઝાસ્ટર કન્ટ્રોલનો મોબાઈલ નંબર 7874536192 અને MGVCLનો કમ્પ્લેન નંબર 6359779104 આ નંબર પર પ્રશ્નોની લોકો જાણ કરવા સૂચન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...