અકસ્માત:ધામસીયાના પશુ ચરાવતા ગોવાળિયાને રેતી ભરવા જતી ટ્રકે કચડી નાખતાં મોત

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સ્થળના હોટલ માલિકે ટ્રક અને ચાલકને પકડી પોલીસને સોંપ્યા

નસવાડી નજીકથી નેશનલ હાઈવે નંબર 56 પસાર થાય છે. આ રોડ પર રેતી ભરેલા ઓવરલોડ ટ્રકો બેફામ દોડે છે. કારણ કે આગળ ચોમાસુ આવતું હોઇ અને રેતીનો સ્ટોક કરવાનો હોઇ ભુમાફીયાઓ રેતી ભેગી કરી રહ્યા છે. ત્યારે સરકારી તંત્રની રહેમ નજર હેઠળ ઓવરસ્પીડ દોડતા ટ્રકો ગમે તેના જીવ લઈ જાય તોય કઈ નહીં. ફક્ત પોલીસ અકસ્માતના કેશ કરી સંતોષ માને છે. જ્યારે કડક કાર્યવાહી થતી ન હોઇ ગામડાના લોકો રોષ વ્યકત કરી રહ્યા છે. કારણ કે માનવ જીવ સાવ સસ્તો થયો હોય તેમ રોડ પર દરરોજ કચડાય જાય છે.

નસવાડીના ધામસીયા ગામનો પશુ ચરાવતો ગોવાળિયો સાંમર નરસિહ ભીલ રોડ ક્રોસ કરતો હતો અને મોત બનીને દેવલીયા તરફથી પુર ઝડપે આવતા 14 ટાયરના મોટા ટ્રકે તેને કચડી નાખ્યો હતો. જે સ્થળ પર આ ઘટના બની તે જગ્યાએ હોટલ ચલાવતા માલીકની નજર પડતા તે ટ્રકને પકડવા દોડ્યો હતો. અને ટ્રક અને ચાલકને પકડી નસવાડી પોલીસને સોંપેલ છે.

આ ઘટનાની જાણ થતાં ધામસીયાના ગ્રામજનો રોડ પર દોડી આવ્યા હતા. પરિસ્થિતિ એવી બની કે ઓવરસ્પીડ અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો સાઈડમા ઉભી રહી તો કેટલાય ટ્રકોના કાચ તૂટશે કરી ટ્રકો પલટાવવા લાગ્યા હતા. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક શરૂ કરાવેલ અને અકસ્માત મોત થતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...