તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કુકરદા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી બી એડ અભ્યાસ કરેલી છોકરીએ ફોર્મ ભર્યું

નસવાડી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ સામે કોંગ્રેસ પક્ષે યુવા છોકરીને ઉમેદવારી કરાવી

સવાડી તાલુકાનો ડુંગર વિસ્તાર આજે પણ અનેક પ્રશ્નોથી ઝઝૂમી રહ્યો છે. ત્યારે ડુંગર વિસ્તારના 65 ગામની બેઠક એટલે કુકરદા બેઠક. આ બેઠકમા દર પાંચ વર્ષે ભારે રસાક્સી સર્જાતી હોય અને ડુંગર વિસ્તારના ઉમેદવાર ચૂંટણીમા ઉભા રહ્યા બાદ જીત માટે બધા જ પ્રયાસો કરતા હોય છે. ત્યારે ભાજપ સામે કોંગ્રેસ પક્ષ યુવા છોકરીને ઉમેદવારી કરાવી છે. દુગધા ગામની 22 વર્ષની નિતાબેન દિલીપ ડુ ભીલ નસવાડી તાલુકા સેવાસદનમા 14 કુકરદા જિલ્લા પંચાયતની બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પહેલું ફોર્મ જિલ્લા પંચાયતમા કુકરદા બેઠક પરથી ભરાયું છે.

જ્યારે આ છોકરી ફોર્મ ભરતા જ ચર્ચાઓ શરૂ થઈ છે. ડુંગર વિસ્તારમા કુકરદા બેઠક પર કોંગ્રેસ પક્ષ ગત વખતે પણ જીત મેળવી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ પક્ષ યુવા ઉમેદવારને પોતાના પક્ષને મજબૂત કરવા યુવા શક્તિને મેદાનમાં ઉતારી છે. જ્યારે બી એડ કરેલી છોકરીને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરાવતા નસવાડીના ગ્રામજનો ઉમેદવારને જોવા પણ પોહચ્યાં હતા. ત્યારે ભાજપ પક્ષ હવે આ બેઠક પર નવા ઉમેદવારને ઉતારશે કે જૂના ઉમેદવારને ટીકીટ આપશે તેના પર સૌની નજર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો