તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી તાલુકો 212 ગામનો હોય ત્યારે નસવાડી માર્કેટમાં ફાયર ફાઈટર હતું તે પણ હરાજીમાં વેચાઈ ગયા બાદ ફાયર ફાઈટરની સુવિધાથી નસવાડી તાલુકો વર્તમાન સમયમાં વંચિત થઈ ગયો છે. અવાર નવાર નસવાડી તાલુકામાં આગ લાગે તો સરકારી તંત્ર પણ લાચાર થઈ જાય છે અને બળતા ઘરથી લઈ ગમે તે જગ્યાએ આગ લાગે તો બધું બળી જાય છે પછી સરકારી તંત્ર સહાય કરે છે. નસવાડીમાં ફાયર ફાઈટરની સુવિધાને લઈ કેટલાય આવેદનપત્ર અપાયા પરતું કંઈ ધ્યાન ન અપાયું.
રાજકીય નેતાઓ પણ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ સરકારી બિનજરૂરી કામ માટે કરે છે પરંતુ એક ફાયર ફાઈટર માટે અવારનવાર રાજકીય નેતાઓને રજુઆત થઈ છે છતાંય પ્રશ્ન હલ થયો નથી. ત્યારે પોંચબા ગામ પાસે નસવાડીના પ્રસિદ્ધ વેપારી આકબાણી ઇન્ટરપ્રાઈઝના મિની ટેમ્પો ડુંગર વિસ્તારમાંથી પરત આવતા ટેમ્પોમાં આગ લાગી હતી, જે આગ લાગતા ડ્રાઈવર અને ક્લીનર ટેમ્પોમાંથી નીકળી ગયા હતા.
ટેમ્પો સળગ્યો ત્યાં પાણી પુરવઠાનું વેસ્ટજ પાણી કોતરમાં ભરાઈ રહ્યું હોય ગ્રામજનો ત્યાં મદદરૂપ બની ટેમ્પોની આગ ઠારી હતી. પરંતુ ત્યાં સુધી ટેમ્પો સળગી ગયો હતો. ફાયર ફાઈટરનો અભાવ હોય આ રીતે મકાનો તેમજ વાહનોમાં આગ લાગતા સળગે છે પરંતુ એક ફાયર ફાઈટર બાબતે સરકારી તંત્ર ધ્યાન આપતું નથી તેની સ્થળ પર ચર્ચાઓ ઉઠવા સાથે લોકોએ રોષ વ્યકત કર્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.