તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધારસિમેલ ગામના માથા ફળિયામાં એક મકાનમાં આગ લાગતાં ઘર બળીને ખાખ

નસવાડી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધારસિમેલ ગામે આગ લાગી તે સ્થળની તસવીર. - Divya Bhaskar
ધારસિમેલ ગામે આગ લાગી તે સ્થળની તસવીર.
 • નસવાડી તાલુકામાં 15 દિવસમાં આગ લાગવાની ત્રણ ઘટના બની
 • નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરનો જોવા મળતો અભાવ

ઉનાળાની શરૂઆત થતા નસવાડી તાલુકામા આગની ઘટનાના બનાવ બની રહ્યા છે. ત્યારે છેલ્લાં 15 દિવસમા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા આગની ત્રણ ઘટના બની છે. જેમાં સીધીપાણી, તરોલ, અને ધારસિમેલ આ ત્રણ ગામમા આગ લાગી હતી. જેમાં ઘર બળીને ખાખ થયા છે. તે પહેલા આકોના ગામની સિમમા પણ આગની ઘટના બની છે. આગ લાગવાના કારણો વિજ શોર્ટ સર્કીટથી લઈ ગમે તે હોય પરંતુ આગમા આખું ઘર બળી જાય છે. પરંતુ આગ ઓલવવા માટે નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરનો અભાવ છે.

જ્યારે આગની ઘટના બાદ તત્કાલ સહાય સરકારની પહોંચવી જોઈએ. પરતું આગની સહાયમા પહેલા ગ્રામજનો અને આજુબાજુના લોકો કરે છે. ધારસિમેલ ગામે માથા ફળીયામાં સિમજી સગડિયા ડું ભીલના કાચા મકાનમા કોઈ કારણોસર આગ લાગતા આખું ઘર બળી ગયું છે. જેનો સ્થળ પંચક્યાસ ગ્રામ પંચાયત તલાટી દ્વારા 40 હજારનો નુકશાનનો સર્વે કર્યો છે. ત્યારે સરકારી તંત્ર આગમા ભોગ બનનાર પરિવારને તત્કાલ સહાય આપે તે જરૂરી બન્યું છે. કારણ કે જેનું ઘર સળગે તેની પાસે કશું હોતું નથી. તે પહેલા સરકારી તંત્રે સમજવું જોઈએ અને કોઈ ઘર માલીક જાતે તેના ઘરને આગ લગાડતો નથી. ઘટના બને છે ત્યારે તંત્રે નોંધ લઈ કામગીરી કરવી જોઈએ તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો