તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:તરોલમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતાં મકાનમાં આગ, ઘર બળવા સાથે પશુઓ પણ આગમાં ખાખ થયા

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આગમા બળદ સાથે ઘર બળ્યું હતું. - Divya Bhaskar
આગમા બળદ સાથે ઘર બળ્યું હતું.
 • તલાટીએ 50 હજારની નુકસાનીનો રિપોર્ટ તાલુકા મથકે આપ્યો

નસવાડીના તરોલ ગામે રાતના ભીલ હસમુખ ભાઈ રતન ભાઈને ત્યાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી હતી. આગમાં ઘર સાથે રસોડાનો ભાગ બળી ગયો હતો. આગ નું કારણ જાણવા તરોલ ગ્રામ પંચાયતના તલાટી સરપંચ સ્થળ પર પહોંચ્યાં હતા. તાલુકા પંચાયતમાં રિપોર્ટ કર્યા મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં ઘરમાં રહેલા પશુઓ પણ અર્ધા બળી ગયા હતા, તલાટી દ્વારા આગમાં નુકસાની અદાજિત 50 હજાર રૂપિયાની થઈ છે તેમ જણાવ્યું છે. હાલ તો આગમાં ઘર માલિકને નુકસાન થયું હોઇ જિલ્લાનું વહીવટી તંત્ર સરકારની સહાય વહેલી આપે તે જરૂરી બન્યું છે. ચૂંટાયેલા ધારાસભ્ય અને અન્ય પ્રતિનિધિ આ બાબતે સરકારી તંત્રનું ધ્યાન દોરી ઘટતી કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો