તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મધ્યપ્રદેશ પરિવહનની બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હોવાથી દંડ ફટકારાયો

નસવાડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બસમાં માસ્ક સોસિયલ ડિસ્ટન્ટ અભાવ જેવા મળ્યો હતો. - Divya Bhaskar
બસમાં માસ્ક સોસિયલ ડિસ્ટન્ટ અભાવ જેવા મળ્યો હતો.
 • નસવાડીના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
 • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અભાવ સાથે મુસાફરોને બેસાડ્યા હતા

નસવાડી ટાઉનમા પોલીસ કોસ્ટબલ દ્વારા કોરોના વાયરસની ગાઈડ લાઈનનો અમલ કરાવાઈ રહ્યો છે. ત્યારે સાંજના સમયે નસવાડી ટાઉન પોલીસ બજારમા હતી. ત્યારે મધ્યપ્રદેશ પરિવહનની બસ અલીરાજપુરથી સુરત દરરોજ જાય છે તે બસને જોતા પોલીસે તેને રોકાવી હતી અને બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ મુસાફરો માસ્ક પહેર્યા વગરના જણાતા નસવાડી પોલીસ દ્વારા બસના ડ્રાઈવર, કંડકટરને કોરોના વાયરસની ગાઈડલાઈનમા અમલના સૂચન કરી બસને નિયમ મુજબ દંડની કાર્યવાહી કરી હતી.

અલીરાજપુર મધ્યપ્રદેશ રાજ્યમા આવે છે. અને અલીરાજપુરથી સુરત આ બસ જતી હતી. ત્યારે કોરોના વાયરસની જે ગાઈડ લાઈન ના અમલ છે તેનું જ પાલન ગુજરાતની બોર્ડર પર થતું ન હોય તેમ આ બસમાં ખીચોખીચ ભરેલ મુસાફરો જોઈ સમજી શકાય છે. રાજ્ય સરકાર કોરોના વાયરસને લઈ કામગીરી કરે છે. ત્યારે લોકો પણ કોરોના વાયરસ ભલે ફેલાય અને જીવના જોખમ સાથે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો