છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના છઠ્ઠીઆમલી ગામ ની જર્જરિત શાળા નવીન બનાવવા માટે ગ્રામજનો નસવાડી મામલતદાર ને 30 જુન ના રોજ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.બાળકો જર્જરિત શાળામા બેસતા હોય કોઈ ઘટના બની જાય તેમ કરીને બાળકોને વાલીઓ શાળાએ મોકલતા ન હતા. પછી ગ્રામજનો આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરી એક ખાનગી પાકા મકાનમા શાળા શરૂ કરી હતી. જે શાળા હજુ તેજ ખાનગી મકાન મા ચાલે છે. હવે ચૂંટણી આવી એટલે મતદાન આવ્યું તો જે જર્જરિત શાળામા બાળકો છેલ્લા પાંચ માસથી બેસતા નથી. તેજ શાળા મતદાન મથક છે.
તંત્ર અવાર નવાર મુલાકાત કરી હવે તે બંધ જર્જરિત જોખમી શાળા અંદર જ મતદાન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે છઠ્ઠીઆમલી ના ગ્રામજનો મતદારો એકજ વાત કરી રહ્યા છે. અમે નવી શાળા બને તે માટે આવેદનપત્ર આપ્યું. બાળકોના ભવિષ્યની શિક્ષણની ચિંતા કરી જર્જરિત શાળામા બાળકોને બેસાડવાના બંધ કર્યા. તેજ શાળા હવે મત માટે ફરી ખોલવાની મતલબ ચાલુ મતદાન વખતે કંઈક ઘટના બની જાય તો જવાબદાર કોણ ? સરકારી તંત્ર પાસે રજુઆત કરી તોય કોઈ જવાબ નહિં હવે મતદાન મથકની વાત આવી તો તંત્ર કામગીરી કરી રહ્યું છે.
મતદાનના દિવસે શાળા તૂટી પડે તો કોણ જવાબદાર ?
શિક્ષકો, બાળકો ને નવી શાળા મળે માટે પાંચ વર્ષ થી રજુઆત કરી આવેદનપત્ર આપ્યું કોઈ જવાબ ન મળ્યો. ચૂંટણીમાં મતદાન હવે શાળામા કરવા નું કહે છે. શાળા તૂટી પડે તો કોણ જવાબદાર ? અમે મામલતદાર ને કહ્યું છે. તમારી જવાબદારી. ગ્રામજનો એક જ વાત કરે છે. બાળકો માટે શાળા ના રૂપિયા નથી. અને હવે રિપેરીગ કરવા રૂપિયા આવી ગયા ? - પરસોતમભાઈ રાઠવા, સરપંચ, રાયપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.