લોકોમાં ભય:નસવાડીના રતનપુરા(ન) ગામ પાસે મેન કેનાલના રોડ ઉપર મગર દેખાયો

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનોની અવરજવર છતાં મગર રોડ ઉપરથી ના હટતાં ફફડાટ

શિયાળાની શરૂઆત થતાં જ નર્મદાની મેન કેનાલમાંથી મગર રોડ ઉપર તેમજ કોતરમાં દેખાઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં એક મગર કેલનિયા ગામ પાસે ખારવા કોતરમાં દેખાયો હતો. તાજેતરમાં રતનપુરા ગામ પાસે એક મગર દેખાતાં લોકોમાં ભય વ્યાપ્યો હતો.

પોચબા ગામના વિજયભાઈ ભીલ જીપ લઈ કાળીડોળી ગામે જતા હતા. ત્યારે રોડ વચ્ચે 5 ફૂટની લંબાઈ ધરાવતો મગર દેખાઇ આવ્યો હતો. ઠંડીમાં મેન કેનાલમાંથી મગરો હવે માનવ વસવાટ તેમજ ખેતરો તરફ આવ્યા હોઇ નસવાડી વન વિભાગ આ બાબતે ગંભીર બને તે જરૂરી છે.

મેન કેનાલ ઉપર પેટ્રોલિંગ કરી તેઓ આવા મગરોને પકડે તેવી કેનાલના આજુબાજુના ગામ લોકોની માંગ ઉઠી છે. કેનાલ ઉપર મગર કેટલીયવાર સુધી રોડ વચ્ચે રહ્યો હતો. જેને જોઇ મોટા વાહન ચાલકો ગભરાઈ ગયા હતા. મગર અચાનક કોઇ બાઈક સવાર પર હુમલો કરે તો એ વાતથી લોકોમાં ભય રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...