તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડી તાલુકાના 7 ગામના જંગલ જમીન ખેડતા 160 ખેડૂતોને હક પત્રકની નકલ આપવામાં આવી

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીમા સંખેડાના ધારાસભ્ય અભેસિગ તડવીના હસ્તે જંગલ જમીનના હક્ક પત્રકની નકલ અપાઈ તેની તસવીર. - Divya Bhaskar
નસવાડીમા સંખેડાના ધારાસભ્ય અભેસિગ તડવીના હસ્તે જંગલ જમીનના હક્ક પત્રકની નકલ અપાઈ તેની તસવીર.
  • હક પત્રકની નકલ 80 વર્ષની વૃદ્ધાને આપતાં તેમની આંખોમાંથી આંસુ નીકળ્યા

નસવાડી તાલુકાના અનેક ગામડા છે. જે ગામડાની જંગલ જમીન ખેડૂતો ખેડી રહ્યા છે અને સરકાર દ્વારા જંગલ જમીન ખેડતા ખેડૂતોને પોતાની આજીવિકા જીવન નિર્વાહ ચલાવવા માટે જે ખેડૂતો પાસે કબજો છે. તેઓને જંગલ જમીનના કાયદા મુજબ ખેડૂતોને જમીન આપવાનું નક્કી કરાયું છે. જેને લઈ વર્ષો બાદ નસવાડી તાલુકાના 7 ગામના ખેડૂતો જે જંગલ જમીન ખેડી રહ્યા છે. તેમને હક્ક પત્રકની નકલ સંખેડા ધારાસભ્ય અભેસિગ તડવીના હસ્તે અપાઈ હતી. સાથે જશુંભાઈ ભીલ અને ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા અન્ય મહાનુભાવો, ભાજપ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

હક્ક પત્રકની નકલોમાં 7 ગામના 160 ખેડૂતોને નકલ અપાઈ છે. જેમાં અબાડાની 80 વર્ષની વૃદ્ધ મહિલાની આંખો ભીની થઇ હતી. કારણ કે વર્ષો બાદ આ લાભ મળતા ખુશી વ્યક્ત કરી હતી. જંગલ જમીનના હક્ક પત્રકની નકલ મળી તેમાં ફૂલવાડી 1, માથા ઝૂલધાની 66, આંધણી 7, સિમલખડું 2, ઘૂંટીયાઆંબા 17, અંબાડા 17, પીસાયતા 50 આમ કુલ 160 ખેડૂતોને બીજા હક્ક તરીકેની જંગલ જમીનના ખેડવા માટેના હક્ક પત્રકની નકલ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...