રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ કોરોના વાયરસની મહામારીમા ગામડામા નકલી ડોક્ટરો પોહચ્યાં છે અને ડીગ્રી વગરના ડોકટરો માનવ શરીર સાથે ચેડા કરી આરોગ્ય લક્ષિ કામગીરી કરી રહ્યા છે. જેને લઈ નસવાડી પી એસ આઈ સી. ડી. પટેલ સાથે પોલીસ સ્ટાફ બે દિવસથી બોગસ ડોક્ટરોની તપાસમાં હતા. નસવાડીના ગોયાવાંટ ગામે એક ડોકટર ઘરમા દવાખાનું ચલાવે છે. જેને લઈ તપાસ કરતા ડોકટર પાસે કોઈ ડીગ્રી ન હોઈ અને દવા ઇન્જેક્શનો આપતો હોય પોલીસના હાથે ઝડપાયો હતો. જેનું નામ ગૌર લકેશ્વર મંડલ હાલ રહે ગોયાવાંટ, મૂળ રહે ખુમાર કા મોહલલા તા તાડગઢ જિ. અજમેર (રાજસ્થાન)નું જણાયું હતું.
ધો. 8 પાસ સુધી અભ્યાસ કરી છેલ્લા 3 વર્ષથી ગોયાવાંટ ગામે કાંડીયાભાઈ ડું ભીલના મકાનમાં મેડિકલ ડીગ્રી વગર એલોપેથીક દવા ઇન્જેકશનોનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. તેના ઘરમા દવાના જથ્થા સાથે મેડીકલ સાધનોની ગણતરી કરતા 71,753 રૂા. મુદામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.
નસવાડીના ગામડામા આ બોગસ ડોકટર પકડયાની ખબર પડતાં અન્ય નકલી ડોક્ટરો પોતાના ઝોલા લઈ રવાના થઈ ગયા છે. નસવાડી પોલીસ હવે નકલી ડોકટરને કોર્ટમા રજૂ કરશે. પછી કોર્ટ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. હાલ તો આરોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તારોમા નકલી ડોક્ટરો ડીગ્રી વગર કામ કરે છે. તેના તરફ ધ્યાન આપવું જોઈએ. પરતું પોલીસ આ કામગીરી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.