તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં નારાજગી:ચામેઠા બેઠકના ભાજપના મહિલા કાર્યકરે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાંથી ઉમેદવારી ન મળતાં મહિલા કાર્યકર નારાજ થયા
  • મહેનત કર્યા બાદ પણ જો ટિકિટ ન મળે તેનો શું મતલબ : સંદીપ ભીલ

નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોને લઈ ભાજપ પક્ષ દ્વારા જે ઉમેદવારના નામ જાહેર કરાયા છે. ત્યારે ચામેઠા બેઠક પર આશાબેન સંદીપ ભીલ દ્વારા ભાજપ પક્ષમાંથી ટિકિટ માગી હતી. પરંતુ ભાજપ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા બાદ ચામેઠા બેઠક પર માગેલ ટિકિટ મુજબનું નામ ન આવતા ભાજપ કાર્યકર આશાબેન નારાજ થયા હતા.

જેને લઈ તેઓ નસવાડી માર્કેટમાં આવ્યા હતા અને ભાજપ પક્ષ છોડી કોંગ્રેસનો ખેસ સંખેડા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલના હસ્તે પહેર્યો હતો. ઉમેદવારના નામ જાહેર થયા બાદ કાર્યકરોમા નારાજગી હોઈ કોંગ્રેસમાં જોડાઈ પોતાનો રોષ ઠંડો કર્યો હતો. જેને લઈ રાજકીય મોરચે પણ ચર્ચાઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો