તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:નસવાડી તાલુકામાં 98.73% પોલિયોનું રસીકરણ કરાયું

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22399 બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવાયાં

નસવાડી તાલુકામા રવિવાર પોલિયો અભિયાન શરૂ કરાયું હતું. ત્યારબાદ સતત બે દિવસ સુધી નસવાડી તાલુકાના ગામડામા ઘરે ઘર જઈ આરોગ્ય કર્મચારીઓ પોલિયો રસીના બે ટીપાં બાળકોને પીવડાવવા પોહચ્યાં હતા. નસવાડી તાલુકાના 7 પીએચસી કેન્દ્રોમા 212 ગામડા આવતા હોય તમામ ગામડામા આરોગ્યની ટીમ પહોંચી હતી.

જેમાં આમરોલી, ધારસિમેલ, દુગધા, સેંગપુર, પલાસણી, તણખલા, ખરેડા, આ સાત પીએચસી કેન્દ્રમા કુલ 23618 બાળકોને રસી પીવડાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં 22399 બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવાયા હતા. 117 બુથ પર કામગીરી કરાઈ હતી. જેમાં નસવાડી આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ 98.73 ટકા પોલિયોનું રસીકરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો