વીજ ચોરી:નસવાડી તાલુકામાં વીજ ચોરીના 73 કનેક્શન ઝડપાયાં, 40 લાખનો દંડ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 ગ્રામ પંચાયતમાં 32 વોટર વર્ક્સમાં ડાયરેક્ટ મોટર ચાલતી હતી

નસવાડી તાલુકામાં પ્રધાનમંત્રીના જન્મદિવસે જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની 25 ટીમો નસવાડી તાલુકાના ગામડામાં વીજ ચોરી પકડવા ઉતરી પડી હતી. એકબાજુ સરકારી તંત્રથી લઈ રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમો કરતા હતા. જ્યારે નસવાડીના ગામડામાં વીજચોરીની ટીમો કામગીરી કરતી હતી. જેમાં 9 ગ્રામ પંચાયતમાં 32 વોટર વર્ક્સના કનેક્શન જે ડાયરેકટ મોટર ચાલતી હતી તેના ઝડપાયા છે. જ્યારે 41 રહેણાંક ઘરોમાં ડાયરેકટ વીજ ચોરી થતી હતી તે GUVNLની ટીમો એ ઝડપી પાડ્યા છે.

આ તમામ વીજચોરીના કેસમાં 40 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. અનેક ગામડામાં પીવાના પાણી માટે ચાલી રહેલ બોર મોટરના સ્ટાર્ટર, વાયરો પણ વીજ ચોરી પકડવા આવેલ ટીમો લઈ આવેલ છે. જેને લઈ અનેક ગામડામાં પાણીનો પ્રશ્ન સર્જાયો છે. સરપંચ, તલાટીઓ વીજ મીટર લેતા ન હોય ગામે ગામ આ પ્રશ્ન ઉભા થયા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સંખેડા બેઠકના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલએ પ્રધાનમંત્રીના જન્મદિવસે જ ઉજવલ્લા યોજના હેઠળ આદિવાસીઓની વાત થાય છે.

મોટા તાયફા કર્યા છે અને આદિવાસી વિસ્તારના ગામડામાં પીવાના પાણી માટે ચાલતા બોર મોટર તેમજ સામાન્ય ઘરોમાં જઈ વીજ કંપનીએ દરોડા પડ્યા છે. જે પ્રધાનમંત્રીને ભેટ આપી છે તેમ જણાવ્યું છે. હાલ તો સરપંચો તલાટી મુંઝવણ મા મુકાયા છે .કારણ કે અનેક વોટર વર્ક્સ ના બોર બંધ થઈ જતા ગામે ગામ થી પાણી ની ફરિયાદ ઉઠી છે. બીજું બાજુ મોટી માત્રમાં ગ્રામ પંચાયતને દંડ ફટકાર્યો હોય હવે ગ્રામ પંચાયત ભરે ક્યાંથી મોટો પ્રશ્ન સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...