ફફડાટ:નસવાડીમાં 513 વીજજોડાણ પૈકી 72 ગેરકાયદે : 8.67 લાખનો દંડ વસૂલ્યો

નસવાડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગર વિસ્તારના ગામડાઓમાં વિજિલન્સ ટીમો ત્રાટકી

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના દુગધા, ઘૂંટીયાઆંબા, પાટડીયા, બોફા, બુધા ઝૂલધાની તેંમજ અન્ય ગામડામા વડોદરા મધ્ય ગુજરાત વિજ કંપનીની કોર્પોરેટ ઓફીસના વિજિલન્સ વિભાગની 21 ટીમો વીજચોરી પકડવા ગામડામા વહેલી સવારથી આવી હતી. મોટાભાગના ગામડામા ડાયરેકટ વિજ ચોરી કરતા લોકોમા ફફડાટ ફેલાયો હતો. અને ડાયરેકટ વિજ પોલથી વિજ જોડાણ લઈ વિજ પાવર રહેણાંક વિસ્તારના ઘરોમા ચાલતો હતો. જેમાં 513 જેટલા વિજ કનેક્શનો ચેક કર્યા હતા. જેમાં 72 કનેક્શનો પકડાયા છે. જેમાં મોટાભાગના વિજ ગ્રાહકો ન હોય અને ડાયરેકટ વિજ ચોરી કરતા હતા.

જેમાં ઘરના વિજ પાવરથી લઈ ખેતીમા વપરાશ માટે મોટર પણ ચલાવતા હોઇ તેવા હેવી વિજ વાયરો મધ્ય ગુજરાતની વિજ કંપનીની ટીમોએ પકડ્યા છે. કુલ 72 કનેક્શનોમાં ગેરરીતિ પકડાઈ હોય જેમાં અંદાજીત કુલ રૂા.8.67 લાખથી વધુની વિજચોરીનો દંડ ફટકાર્યો છે. નસવાડી તાલુકામાં હજુ પણ કેટલાય ગામડા એવા છે. જ્યા વિજમીટર લેવામાં આવ્યા નથી, જેને લઈ જે ગ્રાહકો ગામમાં વિજ મીટર ધરાવે છે. તેમને વિજપાવર પૂરતો મળતો નથીની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે વિજ કંપની હજુ કડક હાથે વીજચોરી પકડે તેવી વિજ મીટર ધરાવતા ગ્રાહકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...