તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નસવાડી સેવાસદનમાં ગુરુવારે બપોર બાદ 7 ઉમેદવારી ફોર્મ ભરાયા, 41 ફોર્મનો ઉપાડ થયો

નસવાડી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પં.ના 4, તાલુકા પં.માં 3 ઉમેદવારોએ ફોર્મ ભરાયા

નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ઉમેદવાર ફોર્મને ભરવાને લઈ હવે બે દિવસ બાકી છે. ત્યારે ગુરુવારના રોજ અમાસ હોય જેને લઈ ઉમેદવારો ફોર્મ ભરવા વધુ દેખાઈ પડ્યા ન હતા. પરંતુ બપોર બાદ નસવાડી તાલુકા પંચાયત અને સેવાસદન પર ઉમેદવાર ફોર્મ ભરવા પોહચ્યાં હતા. જેમાં વઘાચ જિલ્લા પંચાયત બેઠક પર 2, નસવાડી 1, કુકરદા 1 આમ જિલ્લા પંચાયતના 4 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમા રતનપુરા (ન) 2, વઘાચ 1 આમ કુલ તાલુકા પંચાયતમાં 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જ્યારે નસવાડી તાલુકા પંચાયત કચેરી અને સેવાસદનમાંથી ઉમેદવારી ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોએ ફૂલ 41 ફોર્મનો ઉપાડ કર્યો હતો. ચૂંટણી ઉમેદવાર ફોર્મ ભરવાને લઈ હવે બે દિવસ બાકી હોય ત્યારે કોંગ્રેસ, ભાજપ પક્ષના મેન્ડેડ હજુ બાકી હોય જેતે ઉમેદવાર એક વખત ફોર્મ ભરી રહ્યા છે. ઉમેદવાર ફોર્મ ભરવા આવે ત્યારે ઉમેદવારને કોઈ મુશ્કેલી ન પડે માટે નસવાડી તાલુકા સેવાસદન અને તાલુકા પંચાયત કચેરીમા વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો