સમસ્યા:નસવાડીના કબ્રસ્તાનની 60 મીટર જમીન અશ્વિન નદીમાં ભારે પાણી આવતાં ધોવાઈ

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈ વિભાગે સર્વે કરી દીવાલ બનાવવા રિપોર્ટ કર્યો હોવા છતાં દીવાલ ન બની

નસવાડી ટાઉનમા આવેલ મુસ્લીમ કબ્રસ્તાન અશ્વિન નદી પાર આવેલ હોય અશ્વિન નદીમા ભારે પાણી સન 2013મા આવ્યું હતું. ત્યારબાદ દર વર્ષે અશ્વિન નદીમા પાણી આવે છે. જેમાં ખાસ કરીને 2016મા કબ્રસ્તાનની જમીનનું વધુ ધોવાણ થયું હતું. ધીરે ધીરે હમણાં કબ્રસ્તાનનો 60 મિટરથી વધુ પાછળનો આખો ભાગ ધોવાઈ ગયો છે. નસવાડી તાલુકાના અનેક ગામડામાં નસવાડી સિંચાઈ વિભાગ દ્વારા સર્વે કરાયું છે. જેમાં સંરક્ષણ દીવાલ બનાવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા જે એસ્ટીમેન્ટ બનાવ્યા હતા તેની રકમ કરોડોમા થતી હોય બોડેલી, સુખી અને વડોદરા સિંચાઈ વિભાગને આ બાબતે નસવાડીથી છોટાઉદેપુર અને ત્યાંથી સિંચાઈ વિભાગને જાણ કરાઈ હતી. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પણ સંરક્ષણ દિવાલ બને માટે રસ લીધો હતો. ત્યારબાદ કશું થયું ના. હવે દર વર્ષે કબ્રસ્તાનનું ધોવાણ વધે તેમ કબ્રસ્તાનની જગ્યા ઓછી થતી જાય છે. નસવાડી ટાઉનના મુસ્લીમ જમતના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સાથે ગ્રામજનો કબ્રસ્તાનની જમીન મોટી માત્રમા ધોવાણ થતી હોય સરકારી તંત્ર ધ્યાન આપતું ના હોય રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર આ બાબતે રસ લઈ ઘટતી કાર્યવાહી કરે તેવી નસવાડી મુસ્લીમ સમાજની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...