તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:60 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડી પાવરફૂલ સ્પીડ અપાશે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીના રાજપુરા ગામ પાસે કેબલ લાઈન ગ્રામ પંચાયત તરફ નખાઈ રહી છે. - Divya Bhaskar
નસવાડીના રાજપુરા ગામ પાસે કેબલ લાઈન ગ્રામ પંચાયત તરફ નખાઈ રહી છે.
  • નસવાડી તાલુકાની 36 ગ્રામ પંચાયતમાં ‌‌BBNLની કેબલ લાઈન પહોંચી
  • વધુ 24 ગ્રામ પંચાયતોને પણ આ જ નેટવર્કથી જોડવામાં આવનાર છે

દેશના વડાપ્રધાન દ્વારા ગામડાની ગ્રામ પંચાયતમાં દરેક પ્રશ્ન હલ થાય અને ગ્રામજનોને સારી સુવિધાઓ મળે તે નેમ સાથે જે ખાસ મોબાઈલ કનેકટિવિટીથી ગ્રામ પંચાયત જોડાય તે હેતુથી નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયતને BBNL ઓપ્ટિકલ ફાઈબર કેબલ થકી જોડવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં નસવાડી તાલુકાની 36 ગ્રામ પંચાયતમાં કેબલ પહોંચાડી દેવાયો છે. અને કેબલ મારફતે નેટવર્ક પણ મળી રહ્યું છે. ગ્રામ પંચાયતમાં કામગીરી પણ લોકોની થઈ રહી છે.

ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારની ધારસિમેલ, કેવડી, કુકરદા, સાકળ(પી) સાથે અન્ય ગ્રામ પંચાયતને OFC કેબલ વાયરથી જોડવાની કામગીરી પુર જોશમા શરૂ છે. ડુંગર વિસ્તારના ગ્રામ પંચાયતમાં નેટવર્કની સુવિધા શરૂ થશે. સાથે પ્રાથમીક શાળાઓ, આંગણવાડીઓ, પોલીસ સ્ટેશન તેમજ આરોગ્ય સેન્ટરોમા પણ કેબલ નેટવર્કની સુવિધા કાર્યરત થશે અને જે ગ્રામ પંચાયતમા ફાઈબર ઓપ્ટિકલ લાઈન જોડાશે.

24 કોરના OFC વાયર થકી નેટવર્ક પાવર ફૂલ સ્પીડ સાથે ગ્રામ પંચાયતને મળશે અને તે ગામમા વાઈફાઈની સુવિધાઓ પણ કાર્યરત કરવાની તૈયારી શરૂ કરાઈ છે. એકંદરે ગામડાના લોકો ઘરે ગ્રામ પંચાયતની વાઈફાઈ સુવિધાથી મોબાઈલ વાપરી શકશે. તેમ ગ્રામ પંચાયતની કામગીરીનું દેખરેખ રાખનાર પ્રતાપ રાઠવાએ જણાવ્યું છે. એકંદરે હાલ તો કેબલ ગ્રામ પંચાયતમાં પહોંચાડવાની કામગીરી પુર જોશમા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...