તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 53 ઉમેદવાર

નસવાડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.ની 5 બેઠક માટે 14 ઉમેદવાર ચૂંટણી જંગમાં

નસવાડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 બેઠકોની ચૂંટણી 28મીએ યોજાનાર છે. ત્યારે તાલુકાની ચૂંટણી માટે 77 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ખેંચવાનું હોઈ અપક્ષ તેમજ ભાજપ, કોંગ્રેસ સાથે જોડાયેલ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા હતા. જેમાં નસવાડી તા.પં.ની 22 બેઠકો પૈકી 53 ઉમેદવાર ચૂંટણી જંગમા છે. જ્યારે જિ.પં.ની 5 બેઠક માટે 14 ઉમેદવાર મેદાનમા રહ્યા છે.

ઉમેદવારી ફાર્મ ખેંચવાના અંતિમ દિવસે એટલે કે મંગળવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે.જેમાં કેટલાકે ફોર્મ પરત ખેંચ્યું છે, જ્યારે કેટલાક ચૂંટણી જંગમા રહ્યા છે. નસવાડી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસથી નારાજ માજી જિલ્લા સદસ્યના પતિ રમેશભાઈ રણછોડભાઈએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હોઇ તેમને કોંગ્રેસે મનાવી લેતાં તેમણે ઉમેદવારી ફોર્મ ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો