નસવાડી તાલુકામા છેલ્લા 3 દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈ નસવાડીના મોટાભાગના ગામડામા લાઈટોના હવાતિયાં છે. ખાસ કરીને નસવાડીના ડુંગર વિસ્તારના કપરાલી સબ સ્ટેશનમાંથી જ્યોતિગ્રામના બે ફીડર નીકળે છે. જેમાં કપરાલી, ઘૂંટીયાઆંબા ફીડરમા આવતા અંદાજીત 50થી વધુ ગામડામા 3 દિવસથી લાઈટો જ નથી. અને લાઈટો આવે જાય અને કોઈ જોવા વાળું નથી. તેમ વિસ્તારના વિજ ગ્રાહકો જણાવી રહ્યા છે.
નસવાડીના ડુંગર વિસ્તારમા ઘરે ઘરે 24 કલાક જ્યોતિ ગ્રામ યોજનાની લાઈટો હમણાં ચાલતી નથી. છેવાળાના ઘરે વીજળી પહોંચી હોવાની વાત કરતી સરકારની મોટી જાહેરાતો નસવાડીના ડુંગર વિસ્તારમાં ફક્ત મજાક બની ગઈ છે. કપરાલી સબ સ્ટેશનમાંથી કપરાલી, ઘૂંટીયાઆંબા બે જ્યોતિગ્રામના ફીડરો પર આવતા 50 ગામડામા 3 દિવસથી લાઈટો નથી. જેમાં કડુલીમહુડીથી નિશાના ઉડેટ ડબ્બા વાડિયા પીપલવાળી, ખેંદા, છોટીઉંમર, કુપ્પા, સાકળ પી.ઘેસવાડી, રણબોર, ઘૂંટીયાઆંબા, રેલીયાઆબા જેવા અનેક ગામડાના વિજ ગ્રાહકોને પૂછતાં લઈટો નથીનું જણાવી રહ્યા છે.
ભર ઉનાળે હેરાન છે. વિજ ગ્રાહકોના જણાવ્યા મુજબ 3 દિવસથી લાઈટો છે નહીં. ગાડીઓ એ બાજુ લાઈટો ચાલુ કરવા આવી છે. પણ ફોલ્ટ મળે લાઈટો ચાલુ થશે ના જવાબ મળતા હોઇ કેટલાક ગામડામા મંગળવારના રોજ વિજ પાવર શરૂ થયો છે. પરતું આવે અને જાય તેવો પાવર શરૂ થયો હોઇ ગ્રામજનો હેરાન છે.
ભર ઉનાળે લાઈટો ન હોઇ મોટા ભાગના ગામડામાં બોર મોટર બંધ પડ્યા છે. લાઈટો હોયતો મોટર ચાલે. તેવી પરિસ્થિતિમાં ગ્રામજનોને પાણીના હવાતિયાં થઈ પડ્યા છે. જરા પવન આવે ને લાઈટો જાય. ત્યારે વર્ષોથી મેનટેન્સ થયું ન હોઇ હાલ કુદરતી પવન ફૂંકાય તેમ વિજ બિલ ભરતા ગ્રાહકો લાઈટો વગર હેરાન થયા છે.
છેલ્લા 3 દિવસથી વીજ પાવરના હવાતિયાં છે, ચોમાસામાં શુ થશે?
વિજ ચોરી પકડવા 25 ગાડીઓ આવે તો લાઈટો ચાલુ કરવા 10 ગાડી તો મોકલવી જોઈએ. જરા પવન ફૂંકાયો તો 3 દિવસથી વિજ પાવરના હવાતિયાં છે. આ પ્રશ્ન છે. તો ચોમાસામાં શુ થશે?
સ્થાનિક ભાજપ નેતાઓ લોકોના પ્રશ્ન મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી
ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપતા નથી. જે પ્રથમિક જરૂરિયાત છે એ બાબતે પણ હવે કોઈ કશું કરતું નથી. લાઈટ પ્રાથમિક જરૂરિયાત છે. છતાંય ભાજપના રાજમા જે સરકાર લાઈટોની વાત કરે છે. તે સ્થાનિક ભાજપના નેતાઓ પણ લોકોના પ્રશ્નને લઈ કઈ બોલવા તૈયાર નથી. સારું કામગીરી કરવા પણ કોઈ નેતાઓ આગળ આવતા નથી. તે હવે ચર્ચાનો પ્રશ્ન ડુંગર વિસ્તારમાં બન્યો છે.
મોટા ભાગના ડુંગર વિસ્તારમાં લાઈટો નથી
લાઈટો વગર પાણીના ગામે ગામ હવાતિયાં છે. કોઈ જોવા વાળું જ નથી. મેં જીઈબીમાં જાણ કરીએ તો એ બાજુ લાઈટો રિપેરીંગ કરે છે એવા જવાબ મળે છે. પણ જરા પવન આવે લાઈટો બંધ થઈ જાય છે. આ બાબતે કોઈ નેતાઓ પણ ધ્યાન આપતા નથી. ઉપરના અધિકારીઓ ગામડે આવીને પૂછે કેટલા દિવસથી લાઈટો નથી. અમે બધા હેરાન છીએ સોલારથી મોબાઈલ ચાર્જ કરીએ છે. -મુકેશભાઈ ભીલ, ઘેસવાડી
લાઈટો ચાલુ કરવા જ ગાડી હેલ્પરો લઈ ગઈ છે
ડુંગર વિસ્તારમા લાઈટો નથી. 3 દિવસથી પવન ફૂંકાયો હોઇ ફોલ્ટ સર્જાયા છે. લાઈટો ચાલુ કરવા ગાડી હેલ્પરો લઈ એ બાજુ જ ગઈ છે. લાઈટો આવી જશે. -કંપ્લેન સેન્ટર , મધ્ય ગુજરાત વિજ કંપની નસવાડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.